Kangana with Govenor 2

મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે કંગનાની મુલાકાત, કંગનાએ રાજ્યપાલ સાથે શું કરી વાતચીત?

Kangana with Govenor

અહેવાલ: હેમાલી ભટ્ટ

૧૩ સપ્ટેમ્બર:કંગના રનૌતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી, કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં બોમ્બે મ્યૂનિસિપલ કોર્પોરેશને કરેલી તોડફોડ અંગે વાત કરી,અભિનેત્રી રાજ્યપાલને મળીને બહાર આવી ત્યારે તેના હાથમાં કમળનું ફૂલ હતું. કંગનાના હાથમાં કમળનું ફૂલ જોઈને ચર્ચા ઉઠી છે કે હવે કંગના ભાજપની ટિકીટ પર ચૂંટણી લડી શકે છે.

Kangana with Govenor 2

જો કે આ મામલે કંગનાએ કહ્યું કે આ દેશની નાગરિક હોવાના નાતે તેની સાથે જે પણ થયું તેની સમગ્ર વિગતો તેને રાજ્યપાલ ભગતસિંહને આપવા માટે તેમને મળવા ગઈ હતી.કંગનાએ કહ્યું કે રાજ્યપાલ ભગતસિંહે તેને દીકરી માનીને સમગ્ર વિગતો સાંભળી.અભિનેત્રીએ એમપણ કહ્યું કે – રાજકારણ સાથે પોતાને કોઈ જ લેવાદેવા નથી.રાજકારણમાં આવવાનું કોઈ આયોજન ન હોવાની વાત પણ કંગનાએ કરી.

loading…

કંગના સાથે તેની બહેન રંગોલીએ પણ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. શિવસેના અને કંગના રનૌત વચ્ચે મામલો બિચક્યો છે. બીએમસીએ કંગનાની પાલી હિલ સ્થિત ઓફિસને ગેરકાયદે બતાવીને તોડી પાડી હતી. આ મામલે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચ સીધી લડાઈ છે.