Kangana Prakash raz 2

પ્રકાશ રાજે ઉડાવી કંગનાની મજાક,સોશલ મીડિયા પર કરી આવી પોસ્ટ

Kangana Prakash raz

અહેવાલ: હેમાલી ભટ્ટ

૧૩ સપ્ટેમ્બર:દક્ષિણના ખુબ જ પ્રખ્યાત તેમજ હિન્દી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકામાં નજરે આવતા પ્રકાશ રાજ સોશલ મીડિયા પર દરેક મુદ્દે પોતાના મંતવ્યો આપે છે,તાજેતરમાં પ્રકાશ રાજે કંગના રનૌતની મજાક ઉડાડતુ મીમ સોશલ મીડિયા પર શેયર કર્યુ. આ મીમમાં શાહરૂખ ખાન,દીપિકા પાદુકોણ,ઋતિક રોશન સહિત અનેક સેલેબ્સ નજર આવી રહ્યા છે.

Kangana Prakash raz 2

કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે શાબ્દિક આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે એવામાં કંગના રાનૌતે કહ્યું હતુ કે તેને ફિલ્મ મણિકર્ણિકામાં રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવીને મરાઠાઓનું ગૌરવ વધાર્યુ હતુ.આના પર જ એક મીમ ખુબ વાયરલ થઈ રહ્યું છે.પ્રકાશ રાજે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ સહિત એ બોલીવુડ સેલેબ્સના ફોટો શેયર કર્યા

loading…

જેમણે ઐતિહાસિક પાત્રો નિભાવ્યા હોય. મીમ શેયર કરતા પ્રકાશ રાજે લખ્યુ કે –જો એક ફિલ્મ કરીને કંગના રનૌત પોતાને રાણી લક્ષ્મીબાઈ સમજતી હોય તો દીપિકા પદ્માવત,ઋતિક અકબર, શાહરૂખ ખાન અશોકા,અજય ભગતસિંહ,આમિર ખાન મંગલ પાંડે અને વિવેક ઓબેરોય મોદીજી છે.