Rajkot Samras food

સમરસ હોસ્ટલ“અહીંનું ભોજન લીધા પછી હવે ઘરે જમવાનું નહીંફાવે’’

કોરોનાના કાળમાં જ્યારે કોઈ બહાર નિકળવા તૈયાર નહતા ત્યારે, અમે કોવિડના દર્દીઓ અને તેના પરીવારજનો માટે ભોજન બનાવવાનું કામ સ્વિકાર્યું:નિતાબેન ખારોડ, રસોઇ કોન્ટ્રાકટર

અહીંનું ભોજન લીધા પછી હવે ઘરે જમવાનું નહીંફાવે : કાંતીભાઈમોડપડા, સમરસ હોસ્ટલ 

રાજકોટ,સવારે ૦૮ કલાકે નાસ્તામાં…… બ્રેડ બટર, બિસ્કિટ,બટાકા પૈવા, થેપલા, ફરસીપુરી, ખારી, ટોસ,ખાખરા, ચા-દુધ, કોફી, બ્લેક-ટી, ૧૨-૩૦ કલાકે અને રાત્રે ૦૮-૦૦ કલાકે ભોજન જેમાં રોટલી, એક ગ્રિન વેજીટેબલ્સ અને બીજુ કઠોળનું એમ બે શાક, દાળ-ભાત, (રાત્રે) ખીચડી-કઢી, ગ્રીન સલાડ અથવા વધારેલો સંભારો, છાસ આપવામાં આવે છે. કઠોળના શાકમાં મુખ્યત્વે પ્રોટીનયુક્ત દેશી ચણા,કાબુલી ચણા, મગ, મઠ, વાલ, સુકલ ચોળીનો સમાવેશ થાય છે. લીલા શાકભાજીમાં લોહતત્વ અને કેલ્શિયમથી ભરપુર એવા રિંગણા, ગુવાર, લીલી ચોળી, દુધી-દાળ, સેવ-ગલકા, ધિસોળા(તુરીયા)નું શાક અને માથે સૌરાષ્ટ્રના લોકોની ખોરાકની આદત મુજબ ભોજનમાં છાસ તો જોઈએ જ,એ વાતને ધ્યાને રાખીને અમુલ દહીંમાંથી બનાવાયેલી તાજી છાસ મેનુ વાંચીને જ મોં માં પાણી આવી જાય છે ને…….. મેનુ છે સમરસ હોસ્ટલ ખાતે આઇસોલેટેડ અને કવોરન્ટાઇન થયેલા વ્યકતીઓને દરરોજ જુદા-જુદા આપવામાંઆવતા દૈનીક પૌષ્ટીક ખોરાકનું, કે જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. 

ભારતીય પ્રાચિન  ચિકિત્સા પધ્ધતિમાં રસશાસ્ત્રનું એક અદકેરૂં  મહત્વ છે. આહારમાં લેવાતા પ્રત્યેક ખાદ્ય પદાર્થોનું ગુણ અને મહત્વનું વિસ્તૃત વર્ણન આયુર્વેદની ચિકિત્સામાં વર્ણાવાયું છે. ભારતીય પરંપરાગત ભોજન અને તેમાં લેવામાં આવતા પદાર્થોનું યોગ્ય સેવન પણ તંદુરસ્ત જીવનશૈલીમાં ઉપયોગી છે. ખાસ કરીને નાદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા દર્દીઓને ફરી તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં સુયોગ્ય ભોજનનું પણ આગવું મહત્વ હોય છે.

આ અંગે વિગતો આપતાં મોનિટરીંગ મામલતદાર શ્રી ઉત્તમ કાનાણીએ કહ્યુ હતું કે, પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટર અને ક્વોરેન્ટાઈન સેન્ટર કાર્યરત છે. કોરોના મહામારીની હાલની પરિસ્થિતીમાં કોરાના સંક્રમીત લોકોને યોગ્ય ઔષધીઓ સાથે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદીક ઉકાળા અને હોમીયોપેથિક દવાઓ સાથે પૌષ્ટીક ભોજન પણ અગત્યતા ધરાવે છે .જેને ધ્યાને લઇને  સમરસ ગર્લ્સ હોસ્ટલ ખાતે આઇસોલેશનમાં રહેલા ૧૫૦ જેટલા દર્દીઓ અને કવોરન્ટાઇન સેન્ટરમાં રહેલા લોકોને સમરસ બોયઝ હોસ્ટેલ ખાતે આવેલા ઇન હાઉસ કીચનમાંથી  પૌષ્ટીક આહાર તથા નાસ્તો અને ચા-દુધ-કોફી નિયમિત આપવામાં આવે છે.  

અનાજ-કરીયાણું અને શાકભાજીની ખરીદીથી માંડીને ભોજન બને અને લોકોને પિરસાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયાની પર તંત્રની નજર રહે છે. ભોજનની ગુણવત્તા અને જરૂરી પોષકતત્વો જળવાય તે માટે ત્રિસ્તરીય ચેકિંગ હાથ ધરવામાં આવે છે. કુમાર સમસર છાત્રાલયમાં બનનારા ભોજનની ગુણવત્તા બંને સેન્ટરોના વહિવટી સ્ટાફ, મેડીકલ સ્ટાફ અને ડોક્ટરો દ્વારા ચકાસણી થયા બાદ જ દર્દીઓને ભોજન પિરસવામાં આવે છે. આ ભોજન ઉત્તમ ગુણવત્તાની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યને ઝડપથી રિકવર કરવામાં મદદરૂપ થાય તે પ્રકારનું પ્રોટીનયુક્ત અને ઓછા તેલ-મસાલાવાળુ ભોજન બનાવવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં છે. 

જસદણ તાલુકાના વતની શ્રી કાંતીભાઈ મોડપડા જણાવે છે કે મારા ભાઈની કોરોનાની સારવાર રાજકોટ સિેવીલમાં કરવામાં આવી. મેં અને મારી પત્નિએ સુરતની મુસાફરી કરી હોવાના કારણે અમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સવારે ઉઠીએ ત્યારે ન્હાવા માટે ગરમ પાણી, ચા નાસ્તો, રોજ પૌસ્ટીક અને આરોગ્યપ્રદ ભોજન, પાણી, ઉપરાંત દિવસમાં બે વાર ડોક્ટરો મુલાકાત લઈને જરૂરી દવા આપી જાય છે. પથારી અને ચાદર સમયસરબદલી આપવામાં આવે છે  ઘર કરતા પણ સારૂ જમવાનું મળે છે. ઘરે પણ એક જ શાકથી ચલાવીએ છીએ જ્યારે અહીંયા બે શાક, કઢી ખીચડી,ગરમ ગરમ રોટલી, સંભારો છાસ સંધુય મળે છે. અહીંયાથી ઘરે ગ્યા પછી થોડાક દિવસ તો ઘરે નહીં ફાવે.

આટકોટના વતની શ્રી કિશોરભાઈ ભટ્ટી જણાવે છે કે, મારા પત્નિને કોરોના પોઝિટીવ આવવાથી મને અહીંયા  ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. અહીંયા ખુબ જ સારી સુવિધા મળે છે. સાફ સફાઈ નિયમીત અને સમયસર થઈ જાય છે. ટુથબ્રશ થી માંડીને કપડા ધોવાનું બ્રશ, શેમ્પુ, તેલ, જે કાંઈ જોઈતું હોય તે મળી જાય છે. જમવાનું નિયમીત અને જેટલુ જોઈએ તેટલુ મળી જાય છે. અહીંયા મળતી સેવા અને સુવિધાથી અમને ખુબ જ સંતોષ છે.  દિવસમાં બે વાર ડોક્ટરો આવીને ચેક અપ કરી જાય છે. સાચુ કહું તો અમને ઘરથી દુર,  ઘર કરતા વિશેષ સુવિધા રાજ્ય સરકાર આપે છે. 

૧૦ લોકોના સ્ટાફ સાથે સતત ખડેપગે આ ફરજ બજાવતા રસોઇના કોન્ટ્રાકટર નિતાબેન ખારોડ જણાવે છે કે અમે અહીંયા અમારી માનવતાની ફરજ બજાવીએ છીએ. કોરોનાના કાળમાં જ્યારે કોઈ બહાર નિકળવા તૈયાર નથી ત્યારે અમે કોવિડના દરદીઓ અને તેના પરીવારજનો માટે ભોજન બનાવવાનું કામ સ્વિકાર્યું છે. રસોઇ તૈયાર કરવાની પ્રક્રિયામાં અમે સ્વચ્છતા અને સુઘડતાને પ્રાથામિકતા આપી છે. બહારથી તાજા શાકભાજી આવે તેને પાણીથી બરાબર ધોઈને સુકવવામાં આવે છે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરતા પહેલા ગરમ પાણીથી ધોઈને સમારીને તેને ઉપયોગમાં લેવામાં આવે છે. બહારથી આવતું અનાજ-કરીયાણુ બે વખત સાફ કરીને તેનો સુયોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે છે. આ સંગ્રહાયેલા અનાજનો ઉપયોગ માત્ર સાત દિવસ માટેજથાય છે. અમારો એક જ ઉદેશ્ય છે કે, લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જળવાઈ રહેવી જોઈએ. આ રસોઈ અમે અન્ય લોકો માટે નહી પણ અમારા ઘરના સભ્યો માટે બનાવીએ છીએ એવા લાગણીભાવ સાથે અમે રસોઇ તૈયાર કરીએ છીએ. 

રસોઈ બનાવતા પહેલા અને પછી લેવાતી કાળજી અંગે નીતાબેન જણાવે છે કે સવારે રસોઈ બનાવવાની શરૂઆત કરતા પહેલા અને રસોઈ પૂર્ણ થયા બાદ સમગ્ર ફ્લોર પર ફિનાઈલના પોતા કરવામાં આવે છે જેથી માખી-મચ્છરો ના થાય.સવારે કામ પર આવતા સમગ્ર સ્ટાફનું ટેમ્પ્રેચર માપવામાં આવે છે. રસોઈઘરમાં કામ કરતો તમામ સ્ટાફ હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક, માથા પર કેપ પહેરે છે જેથી દર્દીઓના ખોરાકની હાઈજીનીટી જળવાઈ રહે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કામમાં કુમાર સમરસ છાત્રાલય ખાતે કુલ ૨૬ લોકો ફરજ બજાવે છે. જેમાં નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ નોડલ મેડીકલ ઓફિસર ડો. જયદિપ ભૂંડીયા, મોનીટરીંગ મામલતદાર શ્રી ઉત્તમ કાનાણી અને જીનેષ મહેતા સહિત ચાર સુપરવાઈઝરો, કિચન સ્ટાફ અને સ્વિપીંગ એન્ડ ક્લીંનિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.