Vadodara collector chaque

વડોદરા જિલ્લાની નવ ગ્રામીણ મહિલા પાણી પુરવઠા સમિતિઓ (Rural Women’s Water Supply Committees)ની સિદ્ધિ, રૂ.૫૦ હજારનો પુરસ્કાર

Rural Women's Water Supply Committees, Vadodara collector
જિલ્લા કલેકટરએ અર્પણ કર્યા પ્રોત્સાહન રકમના ચેક

વડોદરા જિલ્લાની નવ ગ્રામીણ મહિલા પાણી પુરવઠા સમિતિઓ (Rural Women’s Water Supply Committees)ની સિદ્ધિ: મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ ઉમદા કામગીરી માટે પ્રત્યેક સમિતિને મળશે રૂ.૫૦ હજારનો પુરસ્કાર

વડોદરા, ૩૦ માર્ચ: Rural Women’s Water Supply Committees: મહિલાઓની પ્રબંધન ક્ષમતા દરેક ક્ષેત્રમાં બેજોડ હોય છે અને તેમાં પણ અનેકવિધ સામાજિક અને અન્ય જવાબદારી ઓ વચ્ચે ઘરની અને પાણીની વ્યવસ્થામાં નારીશક્તિને કોઈ ના પહોંચે એવી લાગણી જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વ્યકત કરી છે. તેમણે આજે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ – વાસ્મો સંચાલિત મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ ૨૦૨૦ – ૨૧ ના વર્ષમાં ઉમદા કામગીરીનો દાખલો બેસાડનારી જિલ્લાના ગામોની મહિલા પાણી સમિતિઓને પ્રોત્સાહન રાશિના ચેક અર્પણ કર્યાં હતાં. આ યોજનાનો આશય ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓના સંચાલનમાં ગામની જ મહિલાઓની સહભાગીદારી વધારવા અને શ્રેષ્ઠ સંચાલન માટે તેમને પ્રેરિત કરવાનો છે.

Whatsapp Join Banner Guj

વડોદરા જિલ્લાના નવ ગામોની મહિલા પાણી પુરવઠા સમિતિઓ (Rural Women’s Water Supply Committees) તેમની ઉત્તમ કામગીરીને આધારે આ પ્રોત્સાહન રકમને પાત્ર ઠરી છે. આ પ્રત્યેક સમિતિને યોજના હેઠળ રૂ.૫૦ હજારની રકમ મળવાપાત્ર છે. આ નવ પૈકી ચાર સમિતિઓ તો શિનોર તાલુકાની છે.ગામની પાણી વ્યવસ્થાની ઉમદા કામગીરી દ્વારા મહિલાઓ બેસ્ટ વોટર મેનેજર છે તેનો પુરાવો આપનારી વિજેતા સમિતિઓમાં શિનોર તાલુકાના દામાપુર,નાના કરાળા, કુકસ અને અવાખલ, કરજણ તાલુકાની પૂરા અને હલધરવા,સાવલી તાલુકાની નહારા અને કુણપાડ અને વાઘોડિયા તાલુકાના અસોજની મહિલા પાણી સમિતિઓનો સમાવેશ થાય છે.

ADVT Dental Titanium

જેમાં સદસ્યોની ૭૦ ટકાથી વધુ સંખ્યા મહિલાઓની હોય એવી ગ્રામીણ પાણી સમિતિઓને મહિલા પાણી સમિતિ (Rural Women’s Water Supply Committees)ગણવામાં આવે છે.યાદ રહે કે ગ્રામીણ પાણી સમિતિએ પંચાયત ની સમિતિઓ પૈકી અતિ અગત્યની સમિતિ છે. જિલ્લા કલેકટરએ ઉમદા કામગીરી કરનારી આ સમિતિઓ ને અન્ય ગામો માટે પ્રેરક ગણાવી હતી.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે પંચ જળ સેતુ આયોજન દ્વારા જિલ્લાના પાણી પુરવઠા પ્રબંધનનું એક શ્રેષ્ઠ મોડેલ પ્રસ્તુત કર્યું છે જે જળ વ્યવસ્થાપનમાં નારી શક્તિની મહારતનો સબળ પુરાવો છે.

આ પણ વાંચો…રિવાબાના નિવેદનને વખાણી રહી છે મહિલાઓ, તો બીજી તરફ થઇ રહ્યો છે વિરોધ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે #ISupportRivaba- જાણો શું હતો મામલો