corona patient in tent

Patients under the tent: બનાસકાંઠામાં ટેન્ટ નીચે દર્દીઓની સારવાર થઈ રહી છે.

Patients under the tent: આસેડા શાળામાં 40 બેડની હોસ્પિટલ ગ્રામજનો એ ઊભી કરી..

અહેવાલ: ભરત સુંદેશા
બનાસકાંઠા, ૦૬ મે:
Patients under the tent: બનાસકાંઠામાં કોરોના નો કહેર આજે પણ યથાવત છે ત્યારે ડીસાના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા શાળાઓમાં હોસ્પિટલ ઉભી કરાઈ છે તો ક્યાંક ટેન્ટ નીચે દર્દીઓને સારવાર અપાઇ રહી છે.

Deesa patient out side

બનાસકાંઠામાં દિન-પ્રતિદિન કોરોના કહેર સાથે વાયરલ ફીવર ના કેસો દિન-પ્રતિદિન વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયા છે ત્યારે લોકોને સારવાર ક્યાં કરાવી તેને લઈને સમસ્યા ઊભી થઈ છે સાથે હાલમાં (Patients under the tent) ગ્રામીણ વિસ્તારમાં કોરોના નું સંક્રમણ વધુ છે ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકોને શહેરોની હોસ્પિટલમાં સારવાર ન મળતા ગ્રામજનોની મદદથી હવે ગામડાઓની અંદર હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે

જેમાં ડીસાના આસેડા ગામે ગ્રામજનોએ ઘર ઘર ફરી ખાટલા ઓ ભેગા કરી અને પ્રાથમિક શાળામાં 40 બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને બે તબીબો દ્વારા રોજે આસેડા સહિત આસપાસના 100 વધુ દર્દીઓને સારવાર અપાઇ રહી છે જોકે ગ્રામજનો દ્વારા ગામમાં દર્દીઓ માટે ઓક્સિજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે (Patients under the tent) ડીસાના જુના ડીસા માં પણ કોરોના અને વાઇરલ ફીવરના દર્દીઓ વધતા ગ્રામજનો દ્વારા ગામમાં ટેન્ટ નીચે દર્દીઓને સારવાર આપવા માટે વ્યવસ્થા ઊભી કરી છે જેમાં રોજે 200થી વધુ દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે જોકે ગામની અંદર ઓક્સિજન ની પણ વ્યવસ્થા મળી રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે

તો કેટલાક દર્દીઓ ઝાડ ઉપર બોટલો લગાવી (Patients under the tent) અને સારવાર લઇ રહ્યા છે તો ક્યાંક પેન્ટ નીચે બોટલો લગાવીને સારવાર કરી રહ્યા છે તો ક્યાંક શાળાઓમાં સારવાર લઇ રહ્યા છે જોકે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના ના કેસ વધતા હવે ગ્રામજનોએ ગામમાં હોસ્પિટલ ઉભી કરી દીધી છે જો કે બનાસકાંઠાના અનેક ગામો એવા છે જ્યાં ગામની અંદર શાળાઓમાં ,પંચાયત ઘરોમાં, હોસ્પિટલ ઉભી કરીને દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કર્યું છે.

Deesa corona treatment

ડીસામાં મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ છે જેથી ગ્રામીણ વિસ્તારના દર્દીઓ ને સારવાર ન મળતાં આસેડા જુના ડીસા અને રાણપુર જેવા ગામોમાં હાલ ગામલોકો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરાઇ છે.જોકે તંત્ર અને સરકાર ની મદદ વગર દર્દીઓ ખૂબ સારી રીતે સારવાર લઈ રહ્યા છે..

આ પણ વાંચો…સારા સમાચારઃ 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે આવી ગઈ કોરોના રસી(vaccine for kids), આ કંપનીને રસીને મળી મંજૂરી