Election Comission

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી

Election Comission

સુરેન્દ્રનગર ૦૮ ઓક્ટોબર: વિધાનસભાની પેટા ચૂંટણીના મૂક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરત જોષીએ એક હુકમ દ્વારા ઉમેદવારશ્રીઓ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ૩  વાહનો તથા ઉમેદવારશ્રી સહિત વધુમાં વધુ કુલ – ૫ થી વધુ વ્યક્તિઓને દાખલ થવા પર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

loading…

 આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારશ્રીઓ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રી/ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો તથા ઉમેદવારશ્રી સહિત વધુમાં વધુ કુલ પાંચ વ્યક્તિઓએ દાખલ થવાનું રહેશે. અપક્ષ ઉમેદવાર અને બીન માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવારોના કિસ્સામાં પણ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર ઉપરાંત બીજી ચાર વ્યક્તિઓ એમ કુલ પાંચ વ્યક્તિ જ દાખલ થઈ શકશે. પરંતુ કોઈ કારણસર દરખાસ્ત મુકનાર બીજા મતદારોને પણ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં દાખલ થવું જરૂરી થાય તો પહેલા ચાર મતદારો બહાર નિકળે પછી બીજા મતદારો અંદર પ્રવેશી શકશે.

            આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.