Kirit Parmar edited

મોટા સમાચાર: કિરીટ પરમાર (Mayor Kirit parmar) બન્યા અમદાવાદ શહેરના નવા મેયર

Mayor Kirit parmar

અમદાવાદ , ૧૦ માર્ચ: કિરીટ પરમાર (Mayor Kirit parmar)અમદાવાદના નવા મેયર બન્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે. જોકે, મેયર તરીકે કિરીટ પરમારના નામની ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી. ત્યારે પક્ષ દ્વારા તેમની જ પસંદગી કરાઈ છે. હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે. 

ADVT Dental Titanium

અમદાવાદ શહેરને નવા મેયર(Mayor Kirit parmar) બન્યા છે, શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે. નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા. કિરીટ પરમારની છબી સામાજિક કાર્યકર તરીકેની છે. તેઓ વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. પહેલીવાર પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા અને આજે અમદાવાદના નવા મેયર બન્યા છે. તો ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલના નામ પર પસંદગી કરાઈ છે. 

Whatsapp Join Banner Guj

ડેપ્યુટી મેયર બનનાર ગીતા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને પાર્ટીનો જે આદેશ હશે, તે મુજબ શહેરનું સારી રીતે કામ કરીશ. નિષ્ઠાથી કામ કરીશ.

આ પણ વાંચો…ડીસા તાલુકા સંઘ (Deesa Taluka Sangh)ના પૂર્વ ચેરમેન સામે ગુનો દાખલ