Corona vaccine 02

ડીસામાં ૬૦ તબીબોએ કોરોના વિરોધી રસી લીધી

કોરોના રસી અસરકારક અને સુરક્ષિત : ડૉ. હેતલ ગોહિલ

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૧૯ જાન્યુઆરી:
ભારતમાં દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાનને બે દિવસ થઈ ચૂક્યા છે અને બે દિવસ દરમિયાન પ્રથમ તબકકામાં ૨.૫૦ લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વોરિયરને રસી આપવામાં આવી છે સરકારના ઉમદા અભિગમ અંતર્ગત ડીસાના તબીબો લને રસી આપવાનો કાર્યક્રમ મંગળવારે ડો .હરસુખ શાહ આઈએમએ ભવન ખાતે યોજાયો હતો.

Whatsapp Join Banner Guj

આ રસીકરણ કાર્યક્રમમાં શહેરના જાણીતા ૬૦ જેટલા તબીબોને પ્રવર્તમાન કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈએમએનાં પ્રમુખ ડો. હેતલ ગોહિલ દ્વારા આમપ્રજાને સંદેશ આપતા જણાવાયું હતું કે આ કોરોના રસી ખૂબ જ અસરકારક અને સુરક્ષિત છે જેથી કોઈએ ખોટી અફવા ઓ પ્રત્યે ધ્યાન આપવું નહિ અને સરકારના આ અભિયાન માં સંપૂર્ણ સાથ આપવાનો પણ અનુરોધ કર્યો હતો આ રસીકરણ કાર્યક્રમના અંતમાં ડો. મોના ગાંધી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લા આરોગ્ય પ્રશાસન તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ હરિયાણીનો આભાર માન્યો હતો.

GEL ADVT Banner

આ પણ વાંચો…..કેશોદ ખાતે આવેલી ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થિનીઓમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, જાણો વિગતે