Screenshot 20200509 180644 01

રાજ્યની ૨૧૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી સહિતની સેવાઓ શરૂ કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર,૦૯મે ૨૦૨૦
માત્ર ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઈ શકાશે : નોંધણી સર નિરીક્ષક

રાજ્યમાં હાલ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી પ્રક્રિયાની કામગીરી ચાલુ છે તેવી ગ્રામ્ય વિસ્તારની ૯૮ ઉપરાંત ગ્રીન ઝોનની ૨૫ અને ઓરેન્જ ઝોનની ૮૯ મળી કુલ ૨૧૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા તથા સર્ચ રીપોર્ટ , મોર્ગેજ ડીડ અને રીલીઝ ડીડની સેવાઓ શરૂ કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં માત્ર ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઈ શકાશે તેમ રાજ્યના નોંધણી સર નિરીક્ષકે જણાવ્યું છે. સબ રજીસ્ટ્રારોને કોવિડ-૧૯ અંગેના સોશિયલ ડિસ્ટન્સીગ તેમજ સેનીટાઇઝેશન સહિતના તકેદારીના તમામ પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે.

જીલ્લાના નોંધણી નિરીક્ષકશ્રીએ જે તે જીલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવા માટે કલેકટરશ્રીનો પરામર્શ કરીને મંજુરી મેળવી લેવાની રહેશે તેમજ કલેકટરશ્રીએ નોંધણી કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી ચાલુ કરવા માટે યોગ્ય જણાયે તાત્કાલિક મંજુરી આપવાની રહેશે.

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના તા .૦૪/૦૫ /૨૦૨૦ના પરિપત્રોમાં જણાવેલ કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં જો સબ રજીસ્ટ્રાર કચેરી આવતી હશે તો ચાલુ કરવાની રહેશે નહી, તેમજ કોઇ સ્થાનિક વિસ્તાર હોટસ્પોટ કન્ટેઇન્મેન્ટ જાહેર થયેથી જે તે કચેરી તુરત જ બંધ કરવામાં આવશે તેમ રાજ્યના નોંધણી સર નિરીક્ષકે યાદીમાં જણાવ્યું છે.