Bishap Rajkot

આપણે બિક વિના કોરોનાનો સામનો કરીશું તો બહું જલ્દી તેનાથી મૂક્તિ મળી શકશે

Bishap Rajkot

રાજકોટના બિશપ હાઉસના બિશપ ફાધર જોસનો પ્રેરક સંદેશ

 અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: રાજકોટના બિશપ હાઉસના બિશપ ફાધર જોસએ રાજકોટના લોકોને બિક વગર કોરોનાનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતા જણાવ્યું છે કે, આપણે સૌ મજબૂત બનીને કોરોનાનો સામનો કરીશું તો આપણને બહું જલ્દી તેનાથી મૂક્તિ મળી શકશે.

છેલ્લા ૬ મહિનાથી આપણે કોરોના વાયરસના કારણે ખૂબ કષ્ટ વેઠી રહયાં છીએ, સમગ્ર દુનિયામાં અનેક લોકો કોરોનાની અસરથી પીડીત છે. જે લોકોના મૃત્યુ થયાં છે, તેમને હું શ્રધ્ધાંજલી આપું છું. અત્યારની પરિસ્થિતિમાં જે લોકો કોરોનાથી પીડીત છે. તેમને આપણે સૌએ મદદ કરવાની છે. આ માટે તેમની સારવાર કરી રહેલા ડોકટર, નર્સ અને આરોગ્યકર્મીઓ સહિતના કર્મચારીઓનો હું આભાર માનું છું.

banner city280304799187766299

 કોરોનાની આ મહામારીના સમયમાં આપણે સૌએ ડરવાનું નથી. પ્રભુ – ઈશ્વર ઉપર આપણે ભરોસો રાખીશું તો બધુ જ સારૂં થઈ જશે. આ પરિસ્થિતિમાં જે લોકો ડરે છે, તે લોકો ડરના કારણે પોતાનું જીવન ગુમાવે છે. આથી આપણે ડર્યા વિના આનો સામનો કરવાનો છે.

મારે રાજકોટના સૌ નિવાસીઓને એક જ વિનંતી કરવાની છે કે, કોઈપણ જાતના ભય વિના પ્રભુ ઉપર ભરોસો રાખીને આપણે જરૂરી સાવધાની રાખીશું તો ચોક્કસ આ મહામારીને દૂર કરી શકીશું. અને ‘‘ હારશે કોરોના, જીતશે રાજકોટ’’.

loading…