Corona Test 3 2

મુખ્યમંત્રીશ્રીના “ટેસ્ટ ઇઝ બેસ્ટ”ના મંત્રને ચરિતાર્થ કરતું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

ફરજ પરના ૧૩૨ કર્મચારીઓએ કરાવ્યો કોરોના ટેસ્ટબે કર્મચારીઓ પોઝિટિવ

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ,૧૬ સપ્ટેમ્બર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  “ટેસ્ટ ઇઝ બેસ્ટ” નું સૂત્ર આપીને કોરોનાથી ડર્યા વગર કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે સમગ્ર ગુજરાતની જનતાને આહવાહન કર્યું છે. આ આહવાહનને ઝીલીને રાજકોટ સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની તામામ કચેરીઓના ૧૩૨ કર્મચારીઓ/અધિકારીશ્રીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સહકારથી તા.૧૫/૦૯/૨૦૨૦ના રોજ સવારના ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન જલ ભવન ખાતે યોજાયેલ આ  આરોગ્યની તપાસ અને કોરોના એન્ટીજન ટેસ્ટમાં બે કર્મયોગીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.તેમને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તથા આ કચેરીમાં આવેલ કોરોના પોઝીટીવ કેસને ધ્યાને લઈ સમગ્ર કચેરીને સેનીટાઈઝ કરવામાં આવી હતી. તેમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મુખ્ય ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયુ છે.

loading…