Covid Hospital RJT 3

કામદાર રાજય વિમા યેાજના જનરલ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવી ડેઝીગ્નેટેડ કોવિડ – ૧૯ હોસ્પિટલ

સમર્પિત આરોગ્યકર્મીઓ સાથે બે વેન્ટીલેટર સાથેના આઇ.સી.યુ. અને સેન્ટ્રલી કનેકટેડ ઓકસીજનની સુવિધા સાથે કુલ ૪૩ બેડની કરાયેલ વ્યવસ્થા

કોવિડ-૧૯ની મહામારીમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ સુવિધા સાથે અમે ૨૪ કલાક તત્પર છીએ:ડો. નિતાબેન ઘીવાલા, હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને બાળરોગ નિષ્ણાંત

અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ

રાજકોટ,૧૬ સપ્ટેમ્બર:કોરોનાની મહામારી સામે લોકોના આરોગ્યની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજનબધ્ધ કાર્ય સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે. જેના પરિપાકરૂપે રાજકોટ ખાતે કોવિડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ જિલ્લા પ્રસાશન દ્વારા રાજકોટ ખાતે વહિવટીતંત્ર, આર.ડી.ડી. અને ઇ.એસ.આઇ.એસ. દ્વારા તૈયાર થયેલ કામદાર રાજય વિમા યેાજના જનરલ હોસ્પિટલમાં ૪૩ બેડની કોવિડ-૧૯ હોસ્પીટલ ઉભી કરવામાં આવી છે.

આ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને બાળરોગ નિષ્ણાંત ડો. નિતાબેન ઘીવાલા કોવિડ-૧૯ની મહામારીમાં કોરોના દર્દીઓની સારવાર માટે અમે ૨૪ કલાક તત્પર છીએ એમ દ્રઢ નિર્ધાર વ્યક્ત કરતાં કહે છે કે, જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહનના આદેશાનુસાર આ હોસ્પિટલ ડેઝીગ્નેટેડ હેલ્થ ફેસીલેટેડ સેન્ટર તરીકે જાહેર થયેલ હતી. જે મુજબ હાલમાં જ ૪૩ બેડની આ હોસ્પિટલ કોવિડ-૧૯ના દર્દીઓ માટે તૈયાર થયેલ છે. સર્જન ડો. ઉમેદસિંહ વાળા, ગાયનેકોલોજિસ્ટ ડો. ભાવીન રાવલ સહિત ૩ એલોપેથીક અને એક આયુષ ડોકટર અને ૧૨ થી વધુ પેરા મેડીકલ સ્ટાફ સાથે સજ્જ આ હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથેના બે આઇ.સી.યુ. બેડ સહિત કુલ તમામ ૪૩ બેડને સેન્ટ્રલી ઓકસીજન લાઇન વડે સાંકળી દેવામાં આવી છે. જેથી તમામ દર્દીને પુરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે. આ માટે જમ્બો સીલીન્ડર ઉપલબ્ધ છે. આમ છતાં જરૂર પડયે અડધી રાત્રે પણ રીફિલીંગ કરી આપવાની શરતે ઓકસીજન સપ્લાયર સાથે કરારો થયેલ છે.

 આ ઉપરાંત હોસ્પિટલમાં કોવ૯-૧૯ના દર્દીઓ માટે જરૂરી તમામ દવાઓ, સાધનો અને પી.પી.ઇ. કીટ સહિતની વ્યવસ્થા પુરતા પ્રમાણમાં એકત્ર કરી લેવાઇ છે. દર અઠવાડીયે આ મુજબનો પુરતો જથ્થો સીવીલ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવાશે.

હોસ્પીટલ ખાતે સાધનોથી સજ્જ લેબોરેટરીની સુવિધા પણ છે. ખાસ કરીને બાયેામેડીકલ વેસ્ટ માટે ડીસ્ટ્રોમેટીક સંસ્થા સાથે કરાર થયેલ છે. દર્દીઓના કપડા અને બેડસીટ સહિતની ધોલાઇ માટે ઇનહાઉસ ધોબીની વ્યવસ્થા પણ કરાઇ છે. ઓકસીજન સીલીન્ડર સહિતના ઇમરજન્સી સારવારની સુવિધાસભર એક હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાથે વધુ એક એમ્બ્યુલન્સ સીવીલ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવાઇ છે.  કોવિડ -૧૯ના દર્દીઓ માટે ખાસ બે સમયનું ભોજન, નાસ્તો, હેલ્ધી ડ્રિંક અને હળદરવાળા દુધ સાથેની તમામ સુવિધા સીવીલ હોસ્પિટલના કોન્ટ્રાકટ સપ્લાયર દ્વારા અહીં પણ નિયમીતપણે ઉપલબ્ધ કરાવાશે.

દર્દીઓની સલામતી માટે ૧૦ સી.સી. ટીવી કેમેરા અને ઇનટરનેટ કન્કટવીટી સાથે પોલીસ રક્ષણની સુવિધા પણ કલેકટરશ્રીના માર્ગદર્શન અન્વયે ઉપલબ્ધ કરાવાશે.

loading…

વિશેષમાં હોસ્પિટલમાં કામદાર વિમા યોજનાના દર્દીઓ માટે ઓ.પી.ઙી.ની સેવા તો ચાલુ રખાશે જ પરંતુ ઇન્ડોર પેશન્ટો માટે પણ સવીલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હાસ્પિટલ ખાતે સુવિધા કરાઇ છે. એટલુંજ નહીં અહીંના સ્ટાફ, ઇન્ડોર પેશન્ટ, ઓપીડી. પેશન્ટ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કથી સલામત રહે તે માટે કોવિડ-૧૯ના પેશન્ટ સહિત તમામ માટે પ્રવેશ અને બહાર જવા માટે  અલગ-અલગ માર્ગો સુનિશ્ચિત કરાયેલ છે. જે સલામતી અને સુરક્ષાની દ્રષ્ટ્રિએ મહત્વના બની રહે છે. આ સાથે વિડીયોકોલીંગ અને હેલ્પ ડેસ્કની સુવિધા પણ મળી શકશે.

આમ હવે રાજકોટમાં કોરોના દર્દીઓને ઘરઆંગણે જ સુવિધાસભર સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા વધુ એક હોસ્પિટલ ચોવીસ કલાક ખડેપગે રહેવા સમર્પિત ડોકટરો અને સ્ટાફ સાથે તમામ સાધનોથી સજ્જ તૈયાર છે. કોરોના દર્દીઓ માટે સવેદનાસભર રાજય સરકારની આ હોસ્પિટલ રાહત આપનારી બની રહેશે.