Goods train: પશ્ચિમ રેલવે દ્વારા 2021-22માં અત્યાર સુધીમાં 9.68 મિલિયન ટન શિપમેન્ટ

  • આ ગયા વર્ષના નિર્ણાયક સમયગાળા કરતા 48% વધુ છે

અમદાવાદ , ૧૯ મે: Goods train: આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલવેની ગુડ્સ એન્ડ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશભરમાં સતત ચલાવવામાં આવી રહી છે. આ જ રીતે પશ્ચિમ રેલવેએ દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 1 એપ્રિલ, 2021 થી 18 મે, 2021 દરમિયાન 116 પાર્સલ ટ્રેનો શરૂ કરી છે. આ જ સમયગાળામાં નોંધાયેલા શિપમેન્ટ 6.53 મિલિયન ટન કરતા 48.23 ટકા વધુ છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલના કાર્યક્ષમ માર્ગદર્શન, પ્રેરણા અને સતત દેખરેખને કારણે આ સિદ્ધિઓ શક્ય બની છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યા મુજબ, (Goods train) 1 એપ્રિલ, 2021થી 18 મે, 2021 સુધી પશ્ચિમ રેલવેએ તેની વિવિધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો મારફતે 42,000 ટનથી વધુ વજનનો માલ પરિવહન કર્યો છે, જેનાથી 16.46 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જેમાં કૃષિ પેદાશો, દવાઓ, તબીબી સાધનો, માછલી, દૂધ વગેરેનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેએ 16,000 ટનથી વધુ દૂધ સાથે 24 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી હતી અને વેગનના 100 ટકા ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj

એ જ રીતે 27 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો (Goods train) શરૂ કરવામાં આવી હતી અને 5136 ટન આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 97.94 ટન વજનની 19 ઇન્ડેન્ટેડ રેક પણ 100 ટકા ઉપયોગ સાથે ચલાવવામાં આવી હતી. ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે નવા બજાર પ્રદાન કરવા અને પોસાય તેવા અને ઝડપી પરિવહન માટે આ સમયગાળા દરમિયાન વિવિધ મંડળોમાંથી આશરે 106.78 ટન નો ભાર ધરાવતી 46 કિસાન રેલ પણ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…Special train cancel: પશ્ચિમ રેલવે ની 06 સ્પેશિયલ ટ્રેનો રદ. જાણો વિગત…..

ઠાકુરે માહિતી આપી હતી કે (Goods train)1 એપ્રિલ, 2021 થી 18 મે, 2021 આ સમયગાળા દરમિયાન 9.68 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે માલ ગાડીઓની કુલ 4611 રેક નું સંચાલન કરવામાં આવ્યું હતું. 10105 ફ્રેઇટ ટ્રેનોને અન્ય ઝોનલ રેલવે સાથે અદલા બદલી કરવામાં આવી હતી, જેમાં 5047 ટ્રેનો વિવિધ ઇન્ટર ચેન્જ પોઇન્ટ્સ પર હેન્ડ ઓવર કરવામાં આવી હતી અને 5058 ટ્રેનોને ટેક ઓવર કરવામાં આવી હતી.

બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ (BDUs) રેલવે બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોત્સાહન યોજનાઓ સાથે હાલના અને સંભવિત માલ ગ્રાહકો સાથે સતત સંપર્કમાં છે જેથી તેઓ તેમના માલનું ઝડપથી, વિશ્વસનીય, પોસાય તેવું અને બલ્ક બાય રેલ પરિવહન કરવા પ્રોત્સાહિત કરી શકે.