અમદાવાદથી પસાર થતી 2 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો વિસ્તૃત

whatsapp banner 1

અમદાવાદ, ૦૬ ડિસેમ્બર: મુસાફરોની સગવડ માટે અને આ સમયગાળા દરમિયાન મુસાફરોની વધારાની સંખ્યાને સમયોજીત કરવા માટે જુદા જુદા સ્થળોએ દોડતી વધુ 2 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ દોડતી આ સ્પેશીયલ ટ્રેનો પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનોમાંથી પસાર થશે.     

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝ મુજબ આ સ્પેશિયલ ટ્રેનોની વિસ્તૃત ફેરાની વિગતો નીચે આપેલ છે:-

1. ટ્રેન નં. 06205/06206 કેએસઆર બેંગલુરુ-અજમેર સાપ્તાહિક ફેસ્ટિવલવિશેષ

ટ્રેન નં. 06205 કે.એસ.આર. બેંગલુરુ – અજમેર ફેસ્ટીવલ સ્પેશિયલ દર શુક્રવારે કે.એસ.આર. બેંગલુરુથી 17.00 વાગ્યે ઉપડશે અને રવિવારે 17.30 વાગ્યે અજમેર પહોંચશે. આ ટ્રેન 11 થી 25 ડિસેમ્બર 2020 સુધી ચાલશે. આવી જ રીતે ટ્રેન નં. 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર ફેસ્ટીવલ વિશેષ અજમેરથી દર સોમવારે 05.30 કલાકે ઉપડશે અને બુધવારે 05.30 કલાકે કેએસઆર બેંગ્લોર પહોંચશે. આ ટ્રેન 14 થી 28 ડિસેમ્બર 2020 સુધી ચાલશે. મુસાફરી દરમિયાન ટ્રેન બન્ને દીશામાં પશ્ચિમ રેલ્વેના સ્ટેશનો વસાઇ રોડ, વાપી, વલસાડ, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને પાલનપુર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેન મહેસાણા સ્ટેશન પર અટકશે નહીં.ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર, સેકન્ડ ક્લાસ બેઠક અને પેન્ટ્રીકાર કોચ હશે.

2. ટ્રેન નં. 06534/06533 કેએસઆર બેંગ્લોર-જોધપુર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ

 ટ્રેન નં. 06534 કેએસઆર બેંગલુરુ – જોધપુર ફેસ્ટિવલ સ્પેશિયલ દર રવિવારે કેએસઆર બેંગ્લોરથી 17.00 કલાકે ઉપડશે અને મંગળવારે 16.50 કલાકે જોધપુર પહોંચશે. આ ટ્રેન 13 થી 27 ડિસેમ્બર 2020 સુધી ચાલશે. આવી જ રીતે ટ્રેન નં. 06533 જોધપુર – કેએસઆર બેંગ્લોર ફેસ્ટિવલ સ્પેશિયલ દર બુધવારે જોધપુરથી 05.15 કલાકે ઉપડશે અને શુક્રવારે 05.30 કલાકે કેએસઆર બેંગ્લોર પહોંચશે. આ ટ્રેન 16 થી 30 ડિસેમ્બર 2020 સુધી ચાલશે.મુસાફરી દરમિયાન બંને દિશામાં આ ટ્રેન પશ્ચિમ રેલ્વેના સ્ટેશનો વસાઇ રોડ, વલસાડ, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને મહેસાણા સ્ટેશનો પર રોકાશે.ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર, સેકન્ડ ક્લાસ બેઠક અને પેન્ટ્રીકાર કોચ હશે.વિવિધ સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી મેળવવા માટે, મુસાફરો  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.