Remya Mohan wheel chair edited

બે દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવી ત્વરીત વ્હિલ ચેર અર્પણ કરતા જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહન

Remya Mohan wheel chair edited
  • ધી રાઇટ્સ ઓફ પર્સન વીથ ડિસેબીલીટીઝ એક્ટ-૨૦૧૬ અન્વયે
  • જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહનની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક યોજાઇ
  • બે દિવ્યાંગ(મેન્ટલી રીટાર્ડેડ) વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવી ત્વરીત વ્હિલ ચેર અર્પણ કરતા  જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહન

અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ

રાજકોટ,૧૮ ડીસેમ્બર: આજરોજ કલેકટર અને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટશ્રી રેમ્યા મોહન અધ્યક્ષ સ્થાને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટ ખાતે નેશનલ ટ્રસ્ટ એક્ટ-૧૯૯૯ હેઠળની લોકલ લેવલ કમિટીની બેઠક, ધી રાઇટ્સ ઓફ પર્સન વીથ ડિસેબીલીટીઝ એક્ટ-૨૦૧૬ હેઠળની ડિસ્ટ્રીક્ટ લેવલ કમિટી ઓન ડિસેબીલીટીઝની બેઠક તથા ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૦ હેઠળની મુલાકાત સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા લોકલ લેવલ કમિટી દ્વારા કલેકટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ લીગલ ગાર્ડિયનશીપ આપવા માટેના કુલ- ૯ કેસો રજુ કરવામાં આવ્યા હતા.  જે પૈકી ૬ કેસો મંજુર  કરવામાં આવેલ તેમજ  ૩ કેસો પેન્ડીંગ રાખવામાં આવેલ હતા. 

whatsapp banner 1

આ સાથે જ આયોજીત ધી રાઇટ્સ ઓફ પર્સન વીથ ડિસેબીલીટીઝ એક્ટ-૨૦૧૬ હેઠળની ડિસ્ટ્રીક્ટ લેવલ કમિટી ઓન ડિસેબીલીટીઝની બેઠકમાં સમાજ સુરક્ષા ખાતા હેઠળની દિવ્યાંગ કલ્યાણની ૦૫ યોજનાઓ અંગેની કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો તેમજ કલેક્ટરશ્રી દ્વારા ભિક્ષુક સ્વિકાર કેન્દ્ર રાજકોટની મુલાકાત લેવામાં આવી હતી. 

આ પ્રસંગે મેન્ટલી રીટાર્ડડ બે વ્યક્તિઓને નિઆળી તેમના પ્રત્યે સંવેદના દાખવી કલેકટરશ્રીએ ત્વરિત સુચના આપી બે વ્હીલચેર લાભાર્થીઓને અર્પણ કરવામાં આવેલ હતી.