JMC Jadeja work 4

કોરોનાની મહામારી વચ્ચે જામનગરમાં વિકાસ કામો અવિરત – મંત્રી જાડેજા

JMC Jadeja work 4

.રિપોર્ટ:જગત રાવલ
૨૨ ઓગસ્ટ,જામનગર શહેરના વોર્ડ નં. ૧૧માં મહાપ્રભુજીની બેઠક પાસે વેલજીભાઇના ઘર પાસે અંદાજિત રૂ. ૦૯.૩૫ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, શેરી નં.૧, વિશાલ વિહારની બાજુમાં અંદાજિત રૂ.૦૭.૯૪ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, વ્રજવલ્લભ સોસાયટીમાં અંદાજિત રૂ. ૧૫.૮૭ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ તથા વોર્ડ નં. ૧૨માં કાલાવડ નાકા બહાર નેશનલ સોસાયટીની આંતરિક ગલીઓમાં અંદાજીત રૂ. ૪૦ લાખ ખર્ચે સી.સી.રોડનું કામ ૭૩.૧૬ તેમ કુલ અંદાજીત રૂ. લાખના ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજયમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે સમ્પન્ન કરવામાં આવેલ હતા.

JMC Jadeja work

આ તકે રાજ્યમંત્રી એ કહ્યું હતું કે, છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે રાજય સરકાર સતત કાર્યરત છે, દરેકને પૂરતી આંતરમાળખાકીય સુવિધા મળી રહે તે માટે આજે વોર્ડ નં ૧૧ અને ૧૨માં આ વિકાસકાર્યોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું

JMC Jadeja work 2

આ તકે તેમની સાથે મેયર હસમુખભાઇ જેઠવા, શાશક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી, મહામંત્રી ડો. વિમલભાઇ કગથરા અને પ્રકાશભાઇ બાંભણીયા વોર્ડ નં. ૧૧ના પ્રમુખશ્રી વેલજીભાઇ નકુમ, વોર્ડ નં. ૧૨ના પ્રમુખ રવુકભાઇ ગડકાઇ, વોર્ડનં. ૧૧ના કોર્પોરેટરો જશરાજભાઇ પરમાર, ભનજીભાઇ ખાણધર, વોર્ડનં. ૧૨ના કોર્પોરેટરો જેનબબેન ખફી, સારાબેન મકવાણા તથા તે વિસ્તારના અગ્રણીઓ નિશાબેન કણજારીયા, હિતુભા પરમાર, હરપાલસિંહ જાડેજા અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને આભારપત્ર આપી કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી.

Reporter bane 1