Sonu sood

અભિનેતા સોનુ સુદ શું આપી ચેતવણી? જાણો

Sonu sood

અભિનેતા સોનુ સુદના નામે સોશલ મીડિયા પર થઈ છેતરપિંડી,જાણો અભિનેતાએ શું આપી ચેતવણી?

અહેવાલ:હેમાલી ભટ્ટ

૨૨ ઓગસ્ટ,સોશલ મીડિયા પર બોલીવુડ સેલેબ્સના નામે છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. કોરોના કાળમાં અનેક લોકોની મદદે ખડેપગે રહેલા અભિનેતા સોનુ સુદના નામે પણ છેતરપિંડીની ઘટના સામે આવી છે. સોનુ સુદે ખુદ ટ્વીટ કરીને માહિતી આપી અને છેતરપિંડી કરનાર શખ્સને ચેતવણી પણ આપી. સોનુ સુદને ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે તેને જાણમાં આવ્યુ કે તેના નામે સોશલ મીડિયા પર ફેક અકાઉન્ટ ચાલી રહ્યા છે.

સોનુએ આકરા શબ્દોમાં આરોપીઓને ચેતવણી આપી કે નિર્દોષ લોકો સાથે અવિશ્વાસ કરનારા અને ઠગાઈ કરનારા જલ્દી જ જેલભેગા થશે,કોઈ આકરા પગલા લેવાય તે પહેલા સુધરી જાઓ.આ પહેલી વખત નથી કે સોનુના નામે આ પ્રકારની ઠગાઈ થઈ હોય, અગાઉ પણ સોનુના નામે અનેક ટ્વીટ થયા હતા.

wp 15980925163116540589282214543108

જ્યાર બાદ ખુદ અભિનેતાએ સામે આવીને પ્રશંસકો સામે ખુલાસો કર્યો હતો જેથી કોઈ પણ આ પ્રકારના ફેક અકાઉન્ટના શિકાર ન થાય.

Reporter bane 1