Corona Jan Jagruti

કોરોના જાગૃતિ અભિયાન રંગમચ ના માધ્યમથી કલાકારો દ્વારા સંદેશો આપવાનો નવતર અભિગમ

Corona Jan Jagruti
  • પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા જન જાગૃતિ માટે કોવિડ વિજય રથ નો જામનગરમાં પ્રારંભ
  • કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતિ અભિયાન, ગ્રામ્ય વિસ્તારના લોકોને માહિતી અપાશે
  • રંગમચ ના માધ્યમથી કલાકારો દ્વારા સંદેશો આપવાનો નવતર અભિગમ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૧ ઓક્ટોબર: કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં પાંચ રથ દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન દ્વારા કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહી છે.જામનગરમાં પણ આવતીકાલ થી આ રથ શહેરના વિવિધ વિસ્તારમાં ફરશે.

Corona Jan Jagruti 2

આ રથ દ્વારા જાગૃતતા સંદેશ ફેલવવાના ભારત સરકારના આ અભિયાન થકી કોરોનાને હરાવવાનો એક માત્ર ઉપાય સાવચેતી અને લોક જાગૃતતા છે. લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે, આવા સકારાત્મ અભિગમથી શરૂ થયેલ આ રથ સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક , જાદુ વગેરે દ્વારા ખૂબજ સહજરીતે અને સમજી શકાય તેવી હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે. રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવી આવ્યો છે.

banner city280304799187766299

રાજ્યમાં સપ્ટેમ્બરથી શરુ થયેલ રથ કુલ 30 દિવસમાં અનેક જિલ્લા અને શહેર માં ફરી વળ્યાં બાદ જામનગરના પણ વિવિધ વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરશે. કોવિડ વિજય રથનું આ જન જાગૃતિ અભિયાન આવનાર દિવસોમાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આજ રીતે અવિરત આગળ વધતું રહેશે અને જન જાગૃતિ ફેલાવશે ત્યારે જામનગરના ના નાગરિકોને વધુમાં વધુ આ રથ નો લાભ લેવા અપીલ કરાઈ છે