ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના ગેસ નો વપરાશ કરતા ઉદ્યોગ એકમો માટે 4 મોટી રાહત

screenshot 20200509 145809 015852692616094508586

ગાંધીનગર, ૦૯ મે ૨૦૨૦

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે.
મુખ્ય મંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમારે આ જાહેરાતો ની વિગતો આપી હતી
★ મુખ્યમંત્રીશ્રી એ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના ગેસ નો વપરાશ પોતાના ઉદ્યોગ એકમો માં કરે છે તેમને 4 જેટલી રાહતો આપી છે.
★ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી. નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020 ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવા નો નિણર્ય કર્યો છે
★ તારીખ 10 મે ના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15 15 દિવસ ના ચાર હપ્તા આપવામાં આવશે.
શ્રી વિજય ભાઈ રૂપાણી એ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય આવા ઉદ્યોગકારો માટે લઈને એવું પણ જાહેર કર્યું છે કે ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસ માંથી પણ 3 મહિના એટલેકે એપ્રિલ મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે
તેમણે એવી મહત્વ ની રાહત પણ આ ઉદ્યોગોને આપી છે કે ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના બિલ ની વિલંબિત ચુકવણી એટલેકે મોડા ભરવા માં આવે તો જે 18 ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે 10 ટકા જ વસૂલ કરાશે
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મોરબી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત ના નાના ઉદ્યોગો જે ગુજરાત ગેસ કંપની લિમિટેડ નો ગેસ વપરાશ કરે છે તેમને હાલ ની લોક ડાઉન ની સ્થિતિમાં આર્થિક રાહત આપતા આ નિર્ણયો કર્યા છે