Manish Doshi

કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ: ડૉ. મનીષ દોશી

Manish Doshi

૨૩ ઓગસ્ટ,ભાજપનાં શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ “કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ “ હકીકતમાં ભાજપનાં નિષ્ફળ શાસનનું કબૂલાતનામું છે ત્યારે ગુજરાતની જનતાના કામની વાત, ફરિયાદ માટે સચિવાલયમાં વિભાગવાર મંત્રીઓ ક્યારે મુલાકાત આપશે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમયથી શાસન કરતી ભાજપએ સત્તામાં આવીને ગુજરાતનાં નાગરિકોને કોરાણે હડસેલી દીધા છે. રાજ્યમાં ખેડૂતો ખેતી અને ગ્રામ્ય વિસ્તાર અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વિકાસનાં નામે કોન્ટ્રાક્ટરો, મળતિયાઓ અને વીશેષ સગવડો સાચવવા માટે સચિવાલયનાં દરવાજા ખુલ્લા છે બીજી બાજુ ગામથી લઈને ગાંધીનગર, શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકારની નીતિઓથી પારાવાર સમસ્યાઓનો સામનો કરી રહેલ

ખેડૂતો, શિક્ષિત બેરોજગાર યુવાન, કર્મચારીઓ, મોંઘા શિક્ષણનો ભોગ બનતા વાલીઓ સહિત ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ જનતાની સાચી વાત સાંભળવા સચિવાલયમાં મંત્રીશ્રીઑ ક્યારે મળશે ?
• કોરોના મહામારીમાં આર્થિક રીતે તકલીફ વેઠી રહેલા ગુજરાતના લાખો સામાન્ય-મધ્યમવર્ગ પરિવાર તેમના બાળકોને ફીમાં રાહત મળે, શિક્ષણમાં ચાલતી ઉઘાડી લુંટને બંધ કરવાની માંગ કરતાં ગુજરાતીને સચિવાલયમાં શિક્ષણમંત્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી ક્યારે મળશે ?
• ટેટ-ટાટ પાસ થયેલ હજારો યુવાનો, એલઆરડી યુવાનો, બિનસચિવાલય,આઇટીઆઈ ઇન્સ્ટ્રક્ટર,જીપીએસસીનાં લેકચરર, નિમણુંકથી વંચિત હજારો યુવાનો સહિત મોંઘા શિક્ષણ પછી સરકારી ભરતી માટે રાહ જોઈ રહેલા લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોને મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રી, શ્રમ રોજગાર મંત્રી ક્યારે મળશે?
• ફિક્સ પગાર આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે ગુજરાતના લાખો યુવાનો, કર્મચારીઓના થતા આર્થિક શોષણ, એજન્સીનો ભ્રષ્ટાચાર બંધ થાય એ અંગે ગુજરાતના યુવાનોને સચિવાલયમાં મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી,શ્રમમંત્રીશ્રી ક્યારે મળશે?
• ગુજરાતના ખેડૂતોને પાકવિમા, ખેતપેદાશો, વ્યાજબી ભાવ, જમીન માપણીમાં અન્યાય સહિત ખેડૂત, ખેતી, ગ્રામ્ય વિભાગના પ્રશ્નો માટે કૃષિમંત્રી અને ગ્રામ્ય વિકાસ મંત્રી ક્યારે સચિવાલયમાં મળશે?
• સરકારના તઘલખી ફરમાન સમાન ૪૨૦૦ના ગ્રેડ પે ને કારણે ૬૫૦૦૦ જેટલા શિક્ષકો થઈ રહેલા અન્યાય, કૃષિ અભ્યાસક્રમના ખાનગીકરણ અટકાવવાની ન્યાયિક માંગ રજૂ કરતાં કૃષિ સ્નાતકો માટે સચિવાલયમાં મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી ક્યારે મળશે ?
• વૈશ્વિક મહામારીમાં આર્થિક તકલીફોમાંથી પસાર થઈ રહેલા લાખો રિક્ષા ચાલકો, ફેરીયાઓ, દુકાનદારો પર જીએસટી, નોટબંધી અને ત્યારબાદ કોરોનાના કારણે પડી રહેલી પારાવાર મુશ્કેલીમાં તેમની ન્યાયિક માંગણીઓ માટે મુખ્યમંત્રીશ્રી , નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતના સલગ્ન મંત્રીઓ ક્યારે મુલાકાત આપશે ?
• મનરેગા, મધ્યાહન ભોજન, આશા વર્કર આંગણવાડી બહેનો સહિતના કર્મચારીઓ પૂરતા વેતન માટે મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સચિવાલયમાં ક્યારે મળશે ?


આવા અનેક કામો જે ગુજરાતની જનતાના છેલ્લા બે દાયકાની સરકાર હોવા છતાં સરકારે ધ્યાન આપ્યું નથી ત્યારે “જાહેરહિતની જગ્યા એ માત્ર જાહેરાતોમાં રાચતી ભાજપ સરકાર” પોતાના કાર્યકરતાઓની સાથોસાથ ગુજરાતની જનતાની ચિંતા કરે. ચૂંટાયેલી ભાજપ સરકાર સચિવાલયની કિલ્લે બંધીમાંથી ગુજરાતના લાખો સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોનાં પ્રશ્નો માટે ક્યારે સમય ફાળવાશે? તે ગુજરાતની જનતાને જણાવે.

Banner Still Guj