Food hospital 2

કોરોના સંક્રમિત દર્દીઓનો જઠરાગ્નિ ઠારવા સતત પ્રયત્નશીલ કેન્સર હોસ્પિટલ કોવીડ સેન્ટર

Food hospital 2

કોરોના સંક્રમિત દર્દીઓનો જઠરાગ્નિ ઠારવા સતત પ્રયત્નશીલ કેન્સર હોસ્પિટલ કોવીડ સેન્ટરનો આહાર વિભાગ દર્દીઓની સમર્પિત ભાવે સેવા કરતા કર્મચારીઓ

  • સવારે ચા પાણી નાસ્તો બે ટાઈમ ભોજન અને રાત્રે હળદળ વાળું દૂધ દર્દીઓને આપવામાં આવે છે
  • હાથમાં ગ્લોઝ માથામાં કેપ અને પીપી.ઈ. કીટ પહેરીને તૈયાર થતી રસોઈ દર્દીઓને સંપૂર્ણ સમર્પિત ભાવ સાથે ડીસ્પોસેબલ ડિશમાં પીરસવામાં આવે છે   

રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: રાજકોટ શહેર તથા જિલ્લામાંથી કોરોનાનો કેર દૂર કરવા માટે સૌ કોઈ પોતાનાથી બનતું કરી રહ્યા છે ત્યારે સેક્સ સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલ ડેડીકેટેડ covid સેન્ટર ખાતે સારવાર મેળવતા કોરોના સંક્રમિત દર્દીઓનો જઠરાગ્નિ ઠારવા માટે સેન્ટરના આહાર વિભાગનું સ્ટાફ સતત પ્રયત્નશીલ છે.

આ અંગેની વિગતો આપતા સેન્ટરના ઇન્ચાર્જ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોકટર નિકુંજ મારુએ જણાવ્યું હતું કે અહીંની હોસ્પિટલમાં સવારે સાત વાગ્યે ગરમ નાસ્તો, નવ વાગ્યે ગરમ લીંબુ પાણી, 10:30 વાગ્યે ફળો, બાર વાગ્યે રોટલી દાળ ભાત શાક સલાડ મીઠાઈ કઠોળથી ભરેલું સંપૂર્ણ ભાણું, ત્રણ વાગ્યે ચા બિસ્કીટ, સાંજે સાત વાગ્યે ખીચડી-કઢી ભાખરી શાક અને રાત્રે હળદરવાળું દૂધ પ્રત્યેક દર્દીને આપવામાં આવે છે. તે ઉપરાંત,

 ડાયાબિટીસના દર્દીઓને ખાંડ વગરનું અલગ ભોજન આપવામાં આવે છે.

આહાર વિભાગનો સ્ટાફ હાથમાં ગ્લોઝ માથામાં કેપ અને પીપી it પહેરીને રસોઈ બનાવે છે તથા કોરોના સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સમર્પિત ભાવ સાથે ડીસ્પોસેબલ ડિશમાં આ તમામ ભોજન પીરસવામાં આવે છે અને દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના તથા પુનઃ સ્વસ્થ થવાની ક્ષમતા વધારવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. દર્દીઓ પણ આ બાબતે પૂર્ણ સહકાર આપે છે અને તેમને આપવામાં આવતું ભોજન હું હોંશે-હોંશે આરોગે છે.

loading…

સમગ્ર રાજ્યમાંથી કોરોનાને મારી હટાવવા માટે સૌ કોઈ વ્યક્તિ પોતાનાથી બનતુ તમામ કરી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલમાં કાર્યરત કરાયેલું ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર 

કોરોના સંક્રમણને નાથવા માટે ખૂબ જ અસરકારક પુરવાર થઈ રહ્યું છે, આ સેન્ટરનો રિકવરી રેટ ઘણો ઉંચો છે ત્યારે અહીના દર્દીઓએ એકી અવાજે જણાવ્યું હતું કે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવવા કરતા સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવવી ખૂબ સસ્તી અને સરળ છે ત્યારે શહેરના દર્દીઓએ આ સેન્ટરનો અચૂક લાભ લેવો જોઈએ.