Video Calling

વિડીયો કોલીંગથી હું મારી વ્હાલી દિકરીના જન્મદિને હાજર રહી શકયો: કોરોના દર્દી

  • કોરોના દર્દીઓને પરીવારીક હુંફની ઉણપ ન સાલે અને કોરોના સામે મકકમ બને માટે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત વીડિયો કોલિંગ સેન્ટર કોરોનાની સારવાર હેઠળ હોવા છતાં
  • વિડીયોકોલીંગથી હું મારી વ્હાલી દિકરીના જન્મદિને હાજર રહી શકયો થેંકસ ટુ રીયલ હોસ્પીટાલીટી બાય રીયલ હિરોઝ: કોરોના દર્દી શ્રી મોહનભાઇ પીઠડીયા  

અહેવાલ: રશ્મિન યાજ્ઞિક / શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: કોરોનાની માહામારીથી લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર અને તબીબ જગતના આરોગ્ય કર્મીઓ આયોજનબધ્ધ અને દિવસરાત કાર્ય કરી રહયા છે. તો હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમને પણ સુયોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે. હાલ કોરોના દર્દીઓને માનસિક સધિયારો અને પારીવારીક હુંફ મળી રહે તે માટે ખાસ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે વિડીયો કોલિંગ સેન્ટર કાર્યરત છે. જ્યાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તેમના બેડ પરથી જ તેના પરિવારજનો સાથે વીડિયો કોલના માધ્યમથી વાતચીત કરી શકે છે.

આ સુવિધાનો લાભ લેતા વયોવૃદ્ધ ભગવાનજીભાઈ ભુમતારિયા જણાવે છે કે,” મને કોરોના થયા બાદ અહીંયા કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ અહીં એકલતા સાલતી હતી. પછી મને મારો પરિવાર યાદ આવતો હતો, મને થતું કે હવે તો એ લોકો મને કેમ મળશે પણ આ વીડિયો કોલની સુવિધાથી હું દરરોજ તેંમની સાથે હરુ ભરૂ વાતો કરું છું, જાણે મારો પરિવાર મારી સાથે જ હોય તેવી લાગણીથી માનસીક શાતા મળતી રહી છે. તેમની સાથે થતી રોજેરોજની વાતચીત થી જાણે હું ૫૦% સાજો થઈ ગયો હોવ ને તેવું મને લાગે છે.”

loading…

આવા જ એક અન્ય કોરોનાના દર્દી મોહનભાઈ પીઠડીયા જણાવે છે કે,” મારી દીકરીનો જન્મ દિવસ આવતો હતો, તેના દરેક જન્મદિવસે હું તેની સાથે હતો પણ હાલ મને ચિંતા હતી કે હું તો પોઝિટિવ છું તો આ વખતે હું તેની સાથે કઈ રીતે વાત કરીશ, પણ આ વીડિયો કોલની સેવાએ મારી ચિંતા દૂર કરી દીધી અને મારી વ્હાલી દીકરીના જન્મ દિવસે હું તેની સાથે વાત કરીને તેના જન્મદિવસની શુભમકામના પાઠવી શક્યો,  હું હોસ્પિટલનો આભારી છું કે મારા જેવા દર્દીઓ માટે આ સરસ મજાની વ્યવસ્થા કરી આપી છે.”

Video Calling Dr. Chadresh Rathod

આ સમગ્ર પ્રોજેક્ટની વાત કરતાં કાઉન્સેલર ડો.ચંદ્રેશભાઈ રાઠોડ જણાવે છે કે, “આ કોમ્યુનિકેશન પ્લાનનો મૂળ હેતુ દર્દીના સગા સંબંધીની દર્દી પ્રત્યેની ચિંતા દૂર કરવાનો છે. સાથે-સાથે દર્દી પાસે તેના સગા ન હોવાથી તેઓ દર્દી સાથે હોસ્પિટલની બહાર કંટ્રોલરૂમમાંથી વિડીયો કોલ કરી શકે, આ સુવિધાથી દર્દીઓ કોરોના સામે મક્કમ મનોબળ થી લડી શકે છે અને તેઓ પરીવારજનો પણ ચિંતા મુક્ત રહે છે.”

આમ વીડિયો કોલ જેવી સુચારૂ વ્યવસ્થા સાથે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે દર્દીઓને કોરોનામૂક્ત બનાવવા નક્કર કામગીરી કરવામાં આવી રહી છે.