CA VDR 2

Baroda Chartered Accountants: આંકડાઓનો સરવાળો કરવાવાળા સાચે જ વિપદની વેળામાં માનવતાનો સરવાળો કરી રહ્યા છે

Baroda Chartered Accountants: બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટર્સ ગૃપ દ્વારા છેલ્લા ૫૦ દિવસથી ચાલતો માનવતાનો સેવાયજ્ઞ

  • ૧૦૦ જેટલા દિવ્યાંગોને રેશન કીટનું વિતરણ
  • અંદાજે ૨૭૦૦૦ હાજર લોકોને રાત્રિ ભોજન પોહચાડ્યું
  • ૯૦૦૦ જેટલા જરૂરિયાતમંદોને રેશન કીટનું વિતરણ


Baroda Chartered Accountants: બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટર્સ ગૃપ દ્વારા છેલ્લા ૫૦ દિવસથી કાર્યરત કોવિડ સેવાયજ્ઞમાં આજે ૧૦૦ જેટલા અંધજનો, ફિઝીકલી હેન્ડીકેપ, સેલ્ફ એમ્પલોઈડ વર્ગને કમાટીબાગ ગેટ – યુનિવર્સીટી રોડ, વડોદરા ખાતે રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સી.એ.મનીષ બક્ષી એ જણાવ્યું કે કોરોનાની બીજી ઘાતક લહેરમાં બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટ ગૃપ દ્વારા તા.૧૫ એપ્રિલથી કોરોનાગ્રસ્ત દર્દીઓના સગા વ્હાલાને રાત્રી કર્ફયુ દરમ્યાન રાત્રી ભોજન અને ત્યારબાદ સવારે નાસ્તાની વ્યવસ્થા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે છેલ્લા ૫૦ દિવસથી અવીરતપણે આ સેવાયજ્ઞ દ્વારા કરવામાં આવી રહી છે.

Baroda Chartered Accountants

આ અગાઉ ગૃપ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનના ૧૭૦ કુલીઓના કુટુંબોને પણ ૧૫ દિવસ સુધી ચાલે તેટલી રેશનકીટ આપવામાં આવી છે. આ સેવાયજ્ઞમાં રાત્રી ભોજન – નાસ્તો – ફળ – લીંબુ શરબતની વ્યવસ્થા જરૂરિયાત મુજબ પુરી પાડી અંદાજે ૨૭૦૦૦ થી વધુ લોકો સુધી પહોચાડી છે. લગભગ ૯૦૦૦ વ્યક્તિઓને ચાલે તેટલી ભોજનની સામગ્રીની રેશનકીટ આપવામાં આવી છે. ગૃપ દ્વારા આજે સમાજના જરીરિયાતમંદ અંધજનો, ફિઝીકલી હેન્ડીકેપ, સેલ્ફ એમ્પલોઈડ વર્ગના લોકોને રેશનકીટનું ઇન્દુચાચા યાજ્ઞિક ટ્રસ્ટના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

Baroda Chartered Accountants: સી.એ. મનિષ બક્ષીએ વધુમાં જણાવ્યું કે આ સેવાયજ્ઞમાં વડોદરાના ૧૩૦ થી વધુ સી.એ. નો આર્થિક સહયોગ મળ્યો છે. સી.એ. અભીષેક નાગોરી, ચિરાગ શાહ, વિપુલ શાહ, રાહુલ પરીખ આ વિતરણમાં જોડાયા હતા.

આ પણ વાંચો…પશ્ચિમ રેલ્વે 5જૂને (World Environment Day)વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરશે, જાગરૂકતા ફેલાવવા માટે ઘણા વર્ચુઅલ કાર્યક્રમોની યોજના

સમગ્ર વિતરણ – વ્યવસ્થા અરવીંદભાઈ પંડયા,રજત ઢાંકી, કેતન પરમાર,રાજેશ પરમાર અને ટીમ સંભાળી રહી છે. જેઓ છેલ્લા ૧૦ દિવસથી આ સેવાયજ્ઞમાં સતત જોડાયેલા છે . બક્ષી એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ, અખીલભાઈ બક્ષી , ડો. કલ્પીત બક્ષી અને ઇન્દુચાચા યાજ્ઞિક ટ્રસ્ટ આ તમામનો સહયોગ આ સેવાયજ્ઞમાં મળ્યો છે. કોવીડની પરિસ્થિતી અને જરૂરિયાત મુજબ બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ સેવાયજ્ઞ આગળ ધપાવી નાના વેપારીઓ ને પણ મદદરૂપ થવા માટેની સેવાઓનું પણ આયોજન કરી રહ્યુ છે. આમ,આંકડાઓનો સરવાળો કરવાવાળા સાચે જ વિપદની વેળામાં માનવતાનો સરવાળો કરી રહ્યા છે જે અનુકરણીય અને આવકાર્ય પહેલ છે.