IMG 20201211 WA0011 1

નૌ-સેના મથક વાલસુરા ખાતે પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી

IMG 20201211 WA0011

રડાર અને હથિયારોની તાલીમ પૂર્ણ કરનારા 160 તાલીમાર્થીઓને સન્માનિત કરાયા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૧ ડિસેમ્બર: ભારતીય નૌ-સેનાના તાલીમી મથક આઇ.એન.એસ. વાલસુરા ખાતે દેશભરના નૌ-સેનાના જવાનો અલગ-અલગ તાલીમ મેળવવા માટે વાલસુરાની મુલાકાતે આવતા હોય છે અને અહીં યુધ્ધની, યુધ્ધના સાધનોની અને અન્ય ટેકનિકલ તાલીમ આપવામાં આવતી હોય છે. આજ પ્રકારની જમીન અને તેની નીચે ઉપયોગમાં લેવાતા હથિયારોની ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી હતી. જેમાં 160 તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી. જામનગરના આઇએનએસ વાલસૂરામાં 160 તાલીમાર્થીઓએ એમઇએટી એટલે કે વિધુતીય શિલ્પકાર પ્રશિક્ષણનો કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરતા આ તાલીમાર્થી જવાનોની ગુરૂવારે પાસીંગ આઉટ પરેડ યોજાઇ હતી.

IMG 20201211 WA0010

તાલીમ દરમ્યાન જવાનોએ રડાર, જમીન અને તેની નીચે ઉપયોગમાં લેવાતા હથિયારોની ટેકનોલોજીની તથા નિયત્રંણનું શિક્ષણ મેળવ્યું હતું.વાલસૂરના કમાન્ડ અધિકારી કમોડોર અજય પટનીએ પાસીંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં પ્રશાંત કુમારને સર્વશ્રેષ્ઠ સર્વમુખી સૈનિક માટે એડમિરલ રામનાથ ટ્રોફી, રમેશ ધધારિયાને સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે વાલસૂરા ટ્રોફી એનાયત કરી સન્માન કરાયું હતું. તાલીમાર્થીઓને તેઓની યોગ્યતા અને પ્રથમ અને દ્રિતિય સ્થાન પર ઉર્તીણ થવા બદલ ઇનામ આપી સન્માનિત કરાયા હતાં.