Dr jayanti ravi Image

Vaccination postponed: ૧૪મી મે થી ત્રણ દિવસ માટે રાજ્યમાં રસીકરણ કામગીરી મોકૂફ રહેશે

Vaccination postponed: વેકસીનેશન રિશેડયુલ કામગીરીને કારણે શુક્રવાર તા.૧૪મી મે થી ત્રણ દિવસ માટે રાજ્યમાં રસીકરણ કામગીરી મોકૂફ રહેશે

  • ભારત સરકારે કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧ર થી ૧૬ અઠવાડિયાનો રાખવા જાહેર કરેલી માર્ગદર્શિકાને પગલે ગુજરાતમાં પણ વેકસીનેશન રિશેડયુલ (Vaccination postponed) કરાશે:- આરોગ્ય અગ્ર સચિવ
  • ૧૮ થી ૪પ વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શેડયુલ અપાઇ ગયા છે અને એસ.એમ.એસ મળ્યા છે માત્ર તેમના માટે વેકસીનેશન આ ત્રણ દિવસો દરમ્યાન ચાલુ રહેશે

ગાંધીનગર, ૧૩ મે: Vaccination postponed: ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૬ અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે.

Whatsapp Join Banner Guj

આરોગ્ય અગ્ર સચિવએ જણાવ્યું છે કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં ૪૫ થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી આવતીકાલ શુક્રવાર તા.૧૪ મે થી ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં (Vaccination postponed) આવશે. ડૉ. જયંતિ રવીએ એમ પણ જણાવ્યું છે કે, ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ ૧૭ મે-૨૦૨૧થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં ૧૮ થી ૪૫ વયજૂથના લોકોમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે. માત્ર તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.

આ પણ વાંચો…બ્રેકિંગ ન્યુઝઃ રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના(10th student mass promotion) વિશાળ હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ