શ્રમિકો પાસેથી ટીકીટનાં નામે લાખો રૂપિયા લૂટવાનો પીળો પરવાનો કાર્યકર્તા-નેતાને કોણે આપ્યો? ભાજપ જવાબ આપે:કાંગ્રેસ

અમદાવાદ,૦૮,મે૨૦૨૦
• સુરતમાં ભાજપે આફતને ‘અવસર’માં પલટાવીઃ સરકાર પરપ્રાંતિયોની ટિકિટના પૈસા કાઢતી નથી અને ભાજપના કોર્પોરેટર-ભાઈ કાળાબજાર કરે છે, ઓફિસમાંથી કાળા બજારનો વિડીયો વાયરલ.મજબુર શ્રમિકોનું શોષણ.
• મદદને બદલે માર અને ટીકીટ ભાડાંની લુંટથી ભાજપનો ચાલ, ચલન, ચારિત્ર્ય અને ચેહરો ગુજરાતના નાગરિકો સામેં ખુલ્લો પડ્યો.ગુજરાતનાં સુરતમાં કોરોનાની મહામારીમાં ૪૦ દિવસથી વધુનાં લોકડાઉનને પગલે લાખો શ્રમિક પરિવારો રોજીરોટી વિના ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.ત્યારે પરપ્રાંતિય શ્રમિકો વતન જવા માટે ડર અને ભયમાં બેબાકળા બની મજબુર થયા છે ત્યારે વતનમાં જવા લાચાર શ્રમિકોનો પાસેથી ટીકીટના નામે વધુ નાણા પડાવવા, લુટ ચલાવતા ભાજપના નેતા-કાર્યકરોની સંડોવણી અને ગુંડાગીરી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપનાં નેતાઓએ કોરોના મહામારીની આફતને 'પોતાના વ્યક્તિગત સ્વાર્થનાં- લુટનાં અવસર'માં પલટાવી પરપ્રાંતિયો પાસેથી ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા ટિકિટનાં રૂપિયાની ઉઘાડી લુટ ચલાવી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી અને મુખ્યમંત્રીશ્રી રુપાણીજી ગુજરાતનાં નાગરીકોને જણાવે કે આ લુટનો પરવાનો ગુજરાતમાં બીજા કેટકેટલા લોકોને આપ્યો છે? જુઠ્ઠાણાં ફેલાવામાં માહિર ભાજપ પાસે સંવેદનશીલતા અને મદદની વાત તો દુરની છે પરતું ભાજપના કોર્પોરેટર-ભાઈ-કાર્યકર ટીકીટનાં કાળાબજાર કરી રૂપિયાની લુટ ચલાવી રહ્યા છે જેનો વિડીયો પણ શ્રમિકોએ જાહેર કર્યો છે. કોરોના મહામારીમાં વ્યાપક હાલાકી ભોગવતા શ્રમિકોને મદદ કરવા માટે કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ શ્રમિકોને તેમના વતનમાં જવા માટે સરકાર કોઈ વ્યવસ્થા ના કરે તો કોંગ્રસ પક્ષ તે શ્રમિકોને આર્થીક મદદકર્તા બનશે ત્યારે ભાજપના નેતાઓ મોટે મોટેથી એમ કહેવા લાગ્યા કે “તમામ શ્રમિકો માટે મુસાફરી નિશુલ્ક છે” હકીકતમાં શ્રમિકો પાસેથી નિયમિત ભાડા કરતા વધુ રકમ વસુલવામાં આવે છે. આવી વ્યાપક તકલીફ વચ્ચે આફતમાં પણ લુટ ચલાવવાની માનસિકતા ધરાવતા ભાજપના નેતા-સુરતના વોર્ડ નંબર ૨૫નાં કોર્પોરેટર અમિત રાજપૂતની ઓફિસમાંથી ટ્રેનની ટિકિટની કાળાબજારીની વિગતો બહાર આવી. ખુલ્લેઆમ ટિકિટ બુકિંગનાં નામે મજબુર શ્રમિકો પાસેથી હજારો રૂપિયા વસૂલી ખરાબ સમયનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે. મહામારીના કપરા સમયમાં એક ગરવા ગુજરાતી તરીકે મદદ કરવાને બદલે ભાજપના નેતાઓ દ્વારા યુપી, લખનૌ, ગોરખપુર, વારાણસી માટે ટિકિટની માટે માતબર રૂપિયા લૂટતા ભાજપના કોર્પોરેટરના ભાઈનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શ્રમિકો પાસે વધુ રૂપિયા વસુલાઈ રહ્યા છે આવા બીજા કિસ્સામાં ભાજપના નેતા રાજેશ વર્માએ લાખો રૂપિયા લઈ શ્રમિકોને ઝારખંડની ટિકિટને બદલે માર માર્યાની બે ઘટનાએ વધુ એક વાર ભાજપનો ચાલ,ચલન,ચારિત્ર્ય અને ચેહરો ગુજરાતના નાગરિકો સામેં ખુલ્લો પડી ગયો છે. ત્યારે શ્રમિકો પાસેથી ટીકીટનાં નામે લાખો રૂપિયા લૂટવાનો પીળો પરવાનો કાર્યકર્તા-નેતાને કોણે આપ્યો? એનો જવાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી અને મુખ્યમંત્રીશ્રી રુપાણીજી આપે.

img 20200509 wa0001794235621105395704