વિદ્યાર્થીઓના એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષ આગામી સમયમાં આંદોલનાત્મક – ધરણાનો કાર્યક્રમ આપશે: ડૉ. મનિષ દોશી

Exam student

રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તાત્કાલીક એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષના મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશીની માંગ.


અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: MBBS / MD / MS સહિતના મેડીકલ-પેરામેડીકલ અભ્યાસક્રમ અને ઈજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયીક અભ્યાસક્રમો – ઉચ્ચ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી અંગે નિર્ણય કરવા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસપક્ષની માંગ.
• રાજ્યની ખાનગી મેડીકલ, ડેન્ટલ સહિતની કોલેજોએ આ વર્ષની ફીમાં રૂ. ૧૦,૦૦૦ થી ૮૩,૦૦૦ નો વધારો ઝીંક્યો.
• સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણીક કાર્ય શરૂ થયુ ના હોવા છતાં ફી માટે કડક ઊઘરાણી કરી રહ્યા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહ્યા છે.
• ફી નહી ભરે તો પરિક્ષા ફોર્મ અને રજીસ્ટ્રેશનની આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ દબાણ કરી રહ્યાં છે.

Whatsapp Join Banner Guj

• સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓ વ્યાપક પ્રમાણમાં આર્થીક હાલાકી હોવા છતાં ગમે તેમ કરીને ફીની ઉંચી રકમ ભરવા માટે મજબુર બન્યા.
• મંદી, મોંઘવારી થી આર્થિક હાલાકી ભોગવી રહેલા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી – લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે.
• રાજ્યમાં છ સરકારી, સોસાયટીની આઠ અને સેલ્ફ ફાઈનાન્સ ૧૫ કોલેજોમાં ૫૫૦૦ બેઠકો છે. સરકારી કોલેજમાં ૨૫૦૦૦ વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં ૩.૫૦ થી ૧૫ લાખ અને સેલ્ફ ફાયનાન્સમાં ૮ લાખ થી ૨૮ લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે.
• રાજ્યના તબીબી શિક્ષણ MBBS, MD, MS, BDS, BAMS, BHMS અને પેરામેડીકલ શિક્ષણની એક સત્રની ફી માફ કરવા આપશ્રીને અને મહામહિમશ્રી રાજ્યપાલશ્રીને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધીશ્રી મંડળ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખીત – રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, બે વખત લેખિતમાં સમગ્ર રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એક સત્ર ફી રાહત માટે પુનઃ રજુઆત કરવામાં આવી
• નામદાર વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાયું છે, પણ આજદિન સુધી ફી માફીનો નિર્ણય કરવામાં આવેલ નથી.
• રાજ્યના મેડીકલ, ડેન્ટલ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમના પાંચ લાખ વિદ્યાર્થીઓના શિક્ષણના અધિકાર અને એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષ આગામી સમયમાં આંદોલનાત્મક – ધરણાનો કાર્યક્રમ આપશે.

આ પણ વાંચો…સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે દિલ્હી હિંસા બાદ કહ્યું- આ ઘટના બાદ શરમ અનુભવું છું! ખેડૂતોને શાંત રહેવા વીડિયો દ્વારા કરી હતી અપીલ