Dr.HARSHA parmar edited scaled

કોરોનાગ્રસ્ત ક્રિટિકલ દર્દીઓની રાત-દિવસ કેર કરતા ડો.હર્ષાબેન પરમાર

Dr.HARSHA parmar edited scaled

સમરસ હોસ્ટેલસિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં ગંભીર રોગ ધરાવતા ૨૦૦ થી વધુ ક્રિટિકલ દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરતાં ડો. હર્ષાબેન પરમાર

અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૦૫ નવેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની નિસ્વાર્થ સેવા કરી તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો, તાલીમબધ્ધ નર્સો સહિતના આરોગ્યકર્મીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. હાલ ઘણાં એવા આરોગ્યકર્મીઓ છે, જે રાત-દિવસ કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોના મુક્ત કરવા માટે પરિવારથી દુર રહીને પરિશ્રમ રૂપી પારસમણિ વહાવી રહ્યા છે. આજે વાત કરવી છે આવા જ એક તબીબ ડો. હર્ષાબેન પરમારની…, કે જેઓએ સમરસ હોસ્ટેલ, સિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં તેમની ફરજ દરમિયાન ગંભીર રોગ ધરાવતા ૨૦૦ થી વધુ ક્રિટિકલ દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

લોકડાઉન થી આજદિન સુધી અનુક્રમે સમરસ હોસ્ટેલ, સિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં દર્દીઓને કોરોના મુક્ત કરવા માટે કાર્યરત ડો. હર્ષાબેન પોતાના કાર્યાનુભવને વર્ણવતા કહે છે કે,” શરૂઆતમાં મારી ડ્યૂટી પી.ડી.યુ. હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં હતી, જ્યાં એ વખતે મારું મુખ્ય કાર્ય હોસ્પિટલમાં દાખલ થતા ક્રિટિકલ દર્દીઓનું એટેન્ડન્સ લેવાનું ત્યારબાદ તેમની જરૂરિયાત અનુસાર આવશ્યક ચીજ વસ્તુઓનું મેનેજમેન્ટ કરવાનું હતું. આ ઉપરાંત ડિસ્ચાર્જ થતા દર્દીઓને સર્ટી તથા જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવી, કોવીડ-૧૯ ખાતે કાર્યરત તમામ સ્ટાફ જળવાઇ રહે તેમજ ફલોરમાં ઓકસીજન વેન્ટીલટર સહિતના તમામ સાધનો સતત કાર્યરત રહે અને કોઇપણ વિક્ષેપ વગર સારવારમાં ચાલુ રહે તે રીતે દરેક પેશન્ટ થી લઇને તમામ સ્ટાફનું મેનેજમેન્ટ હું જ કરતી હતી, મારા પતિ ડો.મેહુલ હાલ સમરસ હોસ્ટેલમાં નોડલ ઓફિસર તરીકે કાર્યરત છે, માટે અમે બન્ને હાલ કોરોના સંક્રમિતોની સેવામાં સેવારત છીએ. મારા સસરા ડાયાબિટીઝના દર્દી છે અને ઘરે મારો ૧૦ વર્ષનો પુત્ર પણ છે, તેથી પરિવારજનો સંક્રમિત ન થાય તેની હું ખાસ કાળજી રાખું છું, મારા હોસ્પિટલના કાર્યકાળ દરમિયાન એક વાર મારો પુત્ર બીમાર પડ્યો હતો પરંતુ હોસ્પિટલમાં ફરજને કારણે હું ઘરે જઇ શકી ન હતી ત્યારે મારા સાસુ-સસરાએ તેની સંભાળ રાખી હતી. મારા માટે અહીં દાખલ થતા દર્દીઓ મારો જ પરિવાર છે. તેથી તેમની સંભાળ રાખવી પણ આવશ્યક છે. અને હાલના કોરોના સંક્રમણના સંજોગોમાં એ જ મારો ધર્મ પણ છે.”

whatsapp banner 1

પોતાની ફરજને જ ધરમ સમજી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સતત સેવારત રહેલા ડો. હર્ષાબેન જેવા અનેક કોરોના વોરીયર્સ આજે પણ દર્દીઓમાં જ પરિવારજનોના દર્શન કરી સેવા – સારવાર દ્વારા તેમને કોરોનામૂક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહયાં છે.