Voter dat Remya Mohan

રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યામોહનની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાઇ

Voter dat Remya Mohan

રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા e-EPIC લોન્ચ કરાયુ

રાજકોટ,૨૫, જાન્યુઆરી: ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ કરવામાં આવી હતી ત્યારથી આ દિવસને “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે જાહેર કરાયેલ છે. જેના ભાગરૂપે દર વર્ષે રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા ઉપસ્થિત રહ્યા હતા.

“રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની સૌ પ્રથમ ઉજવણી વર્ષ ૨૦૧૧ માં કરવામાં આવી હતી. જેમાં યુવાન મતદારોને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ પુખ્ત મતદારોની નોંધણી વધારવાનું છે.  દર વર્ષે, “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ના મુખ્ય મહેમાન તરીકે ભારતના માનનીય રાષ્ટ્રપતિની હાજરીમાં નવી દિલ્હી ખાતે ઉજવવામાં આવે છે.જેની થીમ ચાલુ વર્ષ દરમ્યાન “Proud to be a voter-Ready to Vote” રાખવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા e-EPIC (electronic-Electoral Photo Identity Card) લોન્ચ કરવામાં આવ્યું હતું. જે મુજબ ભારતના મતદારો માટે ઈલેક્ટ્રોનિક ચુંટણી કાર્ડ દ્વારા જનરેટ કરવામાં આવશે. જેને ડાઉનલોડ કરીને ડિજીટલી સાચવી શકાશે. ડાઉનલોડ કરવા માટે nsvp.invoterportal.eci.gov.in બ્રાઉઝર પરથી તથા VOTER HELPLINE નામની એન્ડ્રોઈડ એપ્લીકેશન પરથી તા. ૨૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી સુધી નવા નોંધાયેલા મતદારો તથા તા. ૧ ફેબ્રુઆરી થી તમામ મતદારો પોતાનું ડાઉનલોડ e-EPIC ડાઉનલોડ કરી શકશે.

 ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ જેમના ૧૮ વર્ષ પૂર્ણ થાય છે. તેવા લોકો મતદાર યાદીમાં નામ નોંધણી બાકી હોય તે લોકો મામલતદાર કચેરી તથા પોતાના વિસ્તારના બ્લોક ઓફીસરોના સંપર્ક કરવો. તથા કોઈ વ્યક્તિનું કુટુંબમાંથી મૃત્યુ થયું હોય તો જે તે સભ્યનું નામ તેઓએ કમી કરાવવું જોઈએ તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.આર.ધાધલે જણાવ્યું હતું.

Voter dat Remya Mohan2

 રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ની ઉજવણી પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્રારા પ્રત્યેક વિધાનસભા મત વિસ્તારના ત્રણ-ત્રણ મુજબ ૨૪ શ્રેષ્ઠ બૂથ લેવલ ઓફિસરો (બીએલઓ)નું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રત્યેક વિધાનસભા દીઠ એક શ્રેષ્ઠ સુપરવાઈઝર અને વિધાનસભા દીઠ ૩ થઈને કુલ ૨૪ શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસરોનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે ઉજવણીના ભાગ રૂપે રંગોળી કરનાર સિમરન જાની અને હેમાંગી ડોડીયાને પ્રોત્સાહિત પુરસ્કાર વડે સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. કૈલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.આર.સરડવા, મારવાડી યુનિવર્સિટીના ડીન શ્રી ઋષિકેશ દવે, પ્રાંત અધિકારી રાજકોટ શહેર શ્રી એસ.એમ ગઢવી, પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય વી.એસ દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર જે ગોહિલ સહિત સુપરવાઈઝરો, બી.એલ.ઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…જાણો યૌન શોષણ મામલે બોમ્બે હાઈકોર્ટની નવી વ્યાખ્યાઃ જ્યાં સુધી સ્કિન ટૂ સ્કિન ટચ ન થાય, ત્યાં સુધી યૌન શોષણ માની શકાય નહીં !