qtq80 bpwfMl

જીવનનો અંત કાંઈ બધા કારણોનું પૂર્ણવિરામ નથી.”

Bharat kapadia
ભરત કાપડિયા

જીવનનો અંત કાંઈ બધા કારણોનું પૂર્ણવિરામ નથી.”
          એક વાત કરું છું એની જે દુઃખોને પણ દોસ્ત ગણી જીવવાનો રસ્તો બનાવે છે,13 વરસની ઉંમર એટલે સમજણ સાથે રમવાની પણ…

13 વર્ષની ઉંમરથી 10 રૂપિયાની કિંમત ખબર પડી ગઈ,સવારે એક કોલા પર 9.00 વાગે જવાનું અને રાત્રે 11 વાગે છૂટવાનું,પગાર રૂપિયા 10 લઈને…
રાત્રે જેટલાં હોંશથી પગાર આપવાનો એની સાથે જ સવારે ક્ષણભરમાં એ આખા દિવસની મહેનતની કમાણીના ભૂકો નીકળી જાય,પણ કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે, એ હિસાબે આ કરવું બહુ ગમે.એની સાથે અભ્યાસ તો ખરો જ…
 આમ,દિવસ અને જિંદગી આગળ વધતી ગઈ.ટૂંકમાં અભ્યાસ સાથે સાથે જેને 14 કલાકના 10 રૂપિયા પગાર મળતો હતો એ આજે કલાક દીઠ 100 થી 200 રૂપિયા કમાવા માંડ્યો અને સાથે સાથે ઉચ્ચ અભ્યાસ પણ પૂર્ણ કર્યો પણ જજુમવાનું પૂર્ણ ના થયું
એ આજે એજ ઠોસથી એક સારી કંપનીમાં  જોબ કરી સારો પગાર પણ કમાય છે અને પોતાનાં ભવિષ્યને હજુ પણ તેજસ્વી બનાવવાની કોશિશ કરે છે…(ક્રમશ)
“જીવનનો અંત કરીને ક્યાં છુટકારો મળે છે,
આપણું છોડી બીજાનું કરી હાશકારો મળે છે,
શુ કામ બીજાનાં મોઢે પોતાને ગાંડા કહેવડાઈએ,
થા ઉભો,કર કોશિશ,હજાર રસ્તા રાત-દાડો મળે છે…

Whatsapp Join Banner Guj