Corona Vaccine e1623655653706

Vaccine import: દુનિયાની અન્ય વેક્સિન ને પણ પ્રવેશ મળશે. ભારત સરકારનો મોટો નિર્ણય. જાણો વિગત.

Vaccine import: ભારત સરકારે વેક્સિનની બ્રિઝ ટ્રાયલની શરત હટાવતા દુનિયાની અન્ય વેક્સિનોને પણ પ્રવેશ મળશે.

અમદાવાદ , ૧૫ એપ્રિલ: Vaccine import: ભારત સરકારે વેક્સિનેશન ને લઈને મોટો નિર્ણય લીધો છે. દેશમાં વધુમાં વધુ વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે સરકારે વેક્સિનના બ્રીઝ ટ્રાયલની શરતો હટાવી દીધી છે. આ નિર્ણયને પગલે હવે દુનિયાની અન્ય વેક્સિનને પણ ભારતમાં ઉપયોગમાં લઇ શકાશે. ઈમરજન્સી ઉપયોગ માટેની મંજુરી મેળવી ચૂકેલી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સૂચિમાં શામેલ વેક્સિન ભારતમાં ઉપયોગમાં લઇ શકાશે.

Whatsapp Join Banner Guj

મીડિયા અહેવાલ મુજબ અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન સહિતના અનેક દેશોમાં જુદી-જુદી ફાર્મા કંપનીઓની વેક્સિનનો (Vaccine import)ને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે. પરંતુ હવે બ્રીઝ ટ્રાયલની શરતો રદ થતા અન્ય દેશોમાં મંજૂરી પામેલી વેકસિનને ભારતમાં પણ મંજૂરી મળી શકશે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, અન્ય વેક્સિનનો ને મંજૂરી આપતા પહેલા તે વેક્સિન(Vaccine import) સો લોકોને આપવામાં આવશે અને ત્યારબાદ તેમને ઓછામાં ઓછા સાત દિવસ સુધી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. જો વેક્સિનની કોઈ ગંભીર  પ્રતિક્રિયા ન જણાય તો તેને દેશના અન્ય લોકોને આપવામાં આવશે.

આ પણ વાંચો…જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 8 પાકિસ્તાનીઓ અંદાજે 30 KG ડ્રગ્સ સાથે ઝડપાયા.