Jakhau: જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 8 પાકિસ્તાનીઓ અંદાજે 30 KG ડ્રગ્સ સાથે ઝડપાયા.

Jakhau: ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 150 કરોડ રૂ.કિંમત હોવાનો અંદાજ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૫ એપ્રિલ:
જખૌ દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. બોટ સાથે 8 પાકિસ્તાની નાગરિક અને 30 કિલો હેરોઇન મળી આવ્યું છે. કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરીને ગુજરાતમાં હેરોઇન ઘુસાડવાનું મોટું ષડયંત્ર ઝડપી પાડ્યું છે. 30 કિલો હેરોઈનનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ 150 કરોડની આસપાસનો હોવાનું અનુમાન છે.

Whatsapp Join Banner Guj

ઈન્ડિયન કોસ્ટગાર્ડના અનુસાર, આ ઓપરેશન ગુજરાત એટીએસની સાથે મળીને પાર પાડવામાં આવ્યું છે. ગુરુવારે જખૌ (Jakhau)બંદર પાસેથી એક બોટ પકડાઈ હતી. જેમાં 8 પાકિસ્તાની નાગરિકો સવાર હતા અને તેમની પાસેથી 30 કિલો હેરોઈન પકડાયું હતું. આ પાકિસ્તાની બોટ ભારતીય જળક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા (IMBL) ની નજીક પકડાઈ હતી.

ADVT Dental Titanium

કોસ્ટગાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, હાલ બોટ હજી પણ સમુદ્રમાં છે. તેને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ માટે કિનારે લાવવામાં આવશે. બોટમાં કોઈ પણ છુપાયેલી વસ્તુઓને યોગ્ય રીતે તપાસવામાં આવશે.

તો બીજી તરફ, પોરબંદરમાં પાકિસ્તાન મેરી ટાઇમ સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટનુ અપહરણ કરાયું છે. એક માછીમારી બોટ સાથે 6 માછીમારોને પાકિસ્તાને બંધક બનાવ્યા છે. અપહરણ કરાયેલી બોટ પોરબંદરની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો…ચિંતાની વાત: રાજ્યમાં આજે નવા(Gujarat corona) 7410 કેસ નોંધાયા, તો બીજી બાજુ સ્મશાનગૃહમાં જગ્યા ખૂટી પડી!