17 જાન્યુઆરી 2021 થી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રીવા, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અને પ્રતાપનગરથી કેવડિયા સુધીની 10 નવી ટ્રેનો શરૂ કરી

Screenshot 20200525 164953 01

રેલ્વેએ 17 જાન્યુઆરી 2021 થી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન,રીવા,એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અને પ્રતાપનગર થી કેવડિયા સુધીની 10 નવી ટ્રેનો શરૂ કરી                            

અમદાવાદ, ૧૬ જાન્યુઆરી: ભારતીય રેલ્વેની મહત્વાકાંક્ષી યોજના – વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભારતની રેલ્વે નકશા પર મૂકવા અને રેલવે દ્વારા અવિરત જોડાણ પ્રદાન કરવા માટે અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે અને પ્રવાસીઓના સ્વાગત માટે તેના દરવાજા ખોલવા તૈયાર છે. દેશ અને દુનિયા આ ભવ્ય ઇમારતની મુલાકાત લઈ રહ્યા છે. શ્રી નરેન્દ્ર મોદી  ભારતના માનનીય વડા પ્રધાન, 17 જાન્યુ આરી 2021 ના ​​રોજ વિવિધ સ્થળોથી કેવડિયા સુધીની નવી ટ્રેનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવાના કરશે. આ ટ્રેનો શરૂ થતાં જ કુલ 10 ટ્રેનો કેવડિયા સાથે જોડાશે, જેમાંથી 3 ટ્રેનો નો વિસ્તાર કરવામાં આવ્યો છે અને 7 ટ્રેનો નિયમિત રૂપે ચલાવવા માટે શરૂ કરવામાં આવી છે.

 ટ્રેનોની વિગત નીચે મુજબ છે:-

  1. ટ્રેન નં. 09103/09104 વારાણસી – કેવડિયા મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક)

તેની ઉદ્ઘાટન સેવા તરીકે ટ્રેન નં 09130 વારાણસી – કેવડિયા મહામના સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ  વારાણસીથી 17 જાન્યુઆરી 2021 ના ​​રોજ 11.12 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 14.57 વાગ્યે કેવડિયા પહોંચશે. આ ટ્રેન પ્રયાગરાજ છેવકી, સત્ના, કટની, જબલપુર, ઇટારસી, ભુસાવાલ, અમલનેર, નંદુરબાર, સુરત, ભરૂચ અને વડોદરા જંક્સન. સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં પ્રથમ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

ટ્રેન નંબર 20903/04 વડોદરા-વારાણસી સુપરફાસ્ટ મહામના એક્સપ્રેસ જે વડોદરા સુધી ચાલતી હતી તેને કેવડિયા સુધી લંબાવી દેવામાં આવી છે અને હવે ટ્રેન નંબર 09103/04 કેવડિયા-વારાણસી મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09103 કેવડિયા-વારાણસી મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) કેવડિયાથી દર મંગળવારે 18:55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23:10 વાગ્યે વારાણસી પહોંચશે. આ ટ્રેન 19 જાન્યુઆરી 2021 થી શરૂ થશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09104 વારાણસી-કેવડિયા મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) વારાણસીથી દર ગુરુવારે 05:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.19 કલાકે કેવડિયા પહોંચશે. આ ટ્રેન 21 જાન્યુઆરી, 2021 થી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા જંકશન, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, ભુસાવલ, ઇટારસી, જબલપુર, કટની, સતના અને પ્રયાગરાજ છેવકી સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં પ્રથમ 5 એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ હશે.

2. ટ્રેન નં. 02927/02928 દાદર-કેવડિયા સુપરફાસ્ટ એક્સપ્રેસ (દૈનિક)

તેની ઉદઘાટન સેવા તરીકે, ટ્રેન નંબર 09127 દાદર કેવડિયા સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ દાદરથી 17 જૂન 2021 ના ​​રોજ સવારે 11.12 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 18.42 વાગ્યે કેવડિયા પહોંચશે. ટ્રેન બોરીવલી, વલસાડ, સુરત, ભરૂચ, વિશ્વામિત્રી અને વડોદરા જંકશન  સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં પ્રથમ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ  ક્લાસ બેઠક કોચ હશે.

ટ્રેન નંબર 12927/28 દાદર-વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરા સુધી ચાલતી હતી જેને કેવડિયા સુધી લંબાવી દેવામાં આવી છે અને હવે ટ્રેન નંબર 02927/28 દાદર-કેવડિયા સુપર ફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડશે. નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 02927 દાદર-કેવડિયા સુપરફાસ્ટ એક્સપ્રેસ દાદરથી દરરોજ 23:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07:25 વાગ્યે કેવડિયા પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી 2021 થી દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર 02928 કેવડિયા-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ કેવડિયાથી દરરોજ 21:25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.30 વાગ્યે દાદર પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી 2021 થી શરૂ થશે. આ ટ્રેન બોરીવલી, વલસાડ, સુરત, ભરૂચ અને વડોદરા જંકશન પર રોકાશે. ટ્રેન નં. 02927 વિશ્વામિત્રી 

સ્ટેશન પર પણ રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ હશે.

3. ટ્રેન નં. 09247/09248 અને 09249/09250 અમદાવાદ – કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)

તેની ઉદઘાટન સેવા તરીકે, ટ્રેન નંબર 09249 અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી વિશેષ એક્સ પ્રેસ 17 જાન્યુઆરી, 2021 ના ​​રોજ 11.12 વાગ્યે અમદાવાદથી ઉપડશે તે જ દિવસે 14.42 કલાકે કેવડિયા પહોંચશે. એ જ રીતે, તેના પ્રારંભિક તબક્કામાં, ટ્રેન નંબર 09250 કેવડિયા-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ વાપસી સ્પેશિયલ એક્સપ્રેસ કેવડિયાથી 20:20 વાગ્યે  ઉપડશે અને તે જ દિવસે 23:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા જંકશન, ડભોઇ અને ચાંદોદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં વિસ્તા ડોમ, એસી ચેર કાર એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી ચેર કાર અને નોન એસી ચેર કાર ડબ્બો હશે.

નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09247 અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ થી દરરોજ સવારે 07:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 10:40 કલાકે કેવડિયા પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી લાગુ થશે. આવી જ રીતે ટ્રેન નંબર 09248 કેવડિયા – અમદાવાદ જન શતાબ્દી કેવડિયાથી દરરોજ 11:15 વાગ્યે ઉપડશે અને બપોરે 14.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. આ ટ્રેન વડોદરા જંકશન સ્ટેશન પર બંને દિશામાં રોકાશે. આ  ટ્રેનમાં વિસ્તાડોમ, એસી ચેર કાર એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી ચેર કાર અને નોન એસી ચેર કાર કોચ શામેલ છે. નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09249 અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી દરરોજ 15:20 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે 18:20 વાગ્યે કેવડિયા પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. આવી જ રીતે ટ્રેન નંબર 09250 કેવડિયા – અમદાવાદ જન શતાબ્દી કેવડિયાથી દરરોજ 20:20 વાગ્યે ઉપડશે અને 23.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. ટ્રેન વડોદરા સ્ટેશન પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં વિસ્તાડોમ, એસી ચેર કાર એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી ચેર કાર અને નોન એસી ચેર કાર કોચ રહશે.

4. ટ્રેન નં. 09145/09146 કેવડિયા-હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક)

તેની ઉદઘાટન સેવા તરીકે, ટ્રેન નંબર 09146 હઝરત નિઝામુદ્દીન-કેવડિયા સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ 17 જાન્યુઆરી, 2021 ના ​​રોજ સવારે 11.12 વાગ્યે હઝરત નિઝામુદ્દીન થી ઉપડશે અને બીજા દિવસે બપોરે 01.55 વાગ્યે કેવડિયા પહોંચશે. આ ટ્રેન મથુરા જંકશન, કોટા જંકશન, રતલામ જંકશન, દાહોદ, ગોધરા અને વડોદરા જંકશન પર રોકાશે. સ્ટેશનો. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ  છે.

નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09145 કેવડિયા-હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક) કેવડિયાથી દર બુધવારે અને શુક્રવારે 15:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05:45 વાગ્યે હઝરત નિઝામુદ્દીન પહોંચશે. આ ટ્રેન 20 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09146 હઝરત નિઝામુદ્દીન-કેવડિયા સુપરફાસ્ટ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક) દર મંગળવાર અને ગુરુવારે 13:25 વાગ્યે હઝરત નિઝામુદ્દીનથી ઉપડશે અને કેવડિયા 03.20 વાગ્યે પહોંચશે. આ ટ્રેન 19 જાન્યુઆરી 2021 થી શરૂ થશે. ટ્રેન વડોદરા જંકશન, ગોધરા, દાહોદ, રતલામ, કોટા અને મથુરા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કમ્પાર્ટમેન્ટ હશે. 

5. ટ્રેન નં. 09106 રિવા -કેવડિયા મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક)

તેની ઉદઘાટન સેવા તરીકે, ટ્રેન નંબર 09106 રિવા -કેવડિયા મહામના સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ 17 જાન્યુઆરી 2021 ના 11.12 વાગ્યે રિવા થી ઉપડશે અને બીજા દિવસે  07.47 વાગ્યે કેવડિયા પહોંચશે. ટ્રેન સતના, મૈહર, કટની, જબલપુર, નરસિંહપુર, ગાડારવારા,પીપરીયા, ઇટારસી, ખંડવા, ભુસાવલ જંકશન, જલગાંવ જંકશન, અમલનેર, સુરત, ભરૂચ અને વડોદરા જંકશન સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં પ્રથમ એસી, એસી ટુ ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 20905/06વડોદરા રિવા સુપરફાસ્ટ મહામાના એક્સપ્રેસજે વડોદરા સુધી ચાલતી હતી તેને કેવડિયા સુધી લંબાવી દેવામાં આવી છે અને હવે આ ટ્રેન નંબર 09105/06 કેવડિયા- રિવા મહામના

સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડશે. નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09105 કેવડિયા- રિવા મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) કેવડિયાથી દર શુક્રવારે 18:55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17:15 વાગ્યે રિવા પહોંચશે. આ ટ્રેન 22 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09106 રીવા-કેવડિયા મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેન દર શનિવારે 20:55 કલાકે રીવાથી ઉપડી બીજા દિવસે 17.40 કલાકે કેવડિયા પહોંચશે. આ ટ્રેન 23 જાન્યુઆરી 2021 થી શરૂ થશે. આ ટ્રેન આટ્રેન  બંને દિશાઓ માં વડોદરા જંકશન, ભરૂચ, સુરત, અમલનેર, જલગાંવ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, પીપરીયા, ગદરવાડા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર અને સતના સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં પ્રથમ એસી, ટુ એસી ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ થાય છે.

6. ટ્રેન નં. 09120/09119 કેવડિયા- એમજીબાર ચેન્નાઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ  (સાપ્તાહિક)

તેની ઉદઘાટન સેવા તરીકે, ટ્રેન નંબર 09119 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-કેવડિયા સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી 17 જાન્યુઆરી 2021 ના ​​રોજ 17.12 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.52 કલાકે કેવડિયા પહોંચશે. આ ટ્રેન રેનીગુંટા, કુડપ્પા, ગુંટકલ, રાયચુર, સોલાપુર, પુણે, કલ્યાણ, વસઈ રોડ, સુરત અને વડોદરા જંકશન પર રોકાશે. સ્ટેશનો. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ છે.  

નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09120 કેવડિયા-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) દર બુધવારે  09: 15 વાગ્યે કેવડિયાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 16:00 વાગ્યે એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 20 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09119 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – કેવડિયા સુપરફાસ્ટ એક્સપ્રેસ  (સાપ્તાહિક) એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી દર રવિવારે 22:30 વાગ્યે ઉપડશે અને મંગળવારે  03.00 વાગ્યે યેદિયાની પહોંચશે. આ ટ્રેન 24 જાન્યુઆરી 2021 થી શરૂ થશે. આ ટ્રેન વડોદરા જંકશન, સુરત, વસઈ રોડ, કલ્યાણ જંકશન, પુણે જંકશન, સોલાપુર જંકશન, રાયચુર, ગુંટકલ જંકશન, કુડપ્પા અને રેનીગુંટા જંકશન રોકાશે સ્ટેશનો પર બંને દિશાઓમાં રોકાશે ટ્રેન નંબર 09120 પણ પેરમબુર સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહશે.

7. ટ્રેન નં. 09107/09108, 09109/09110 અને 09113/09114 પ્રતાપનગર-કેવડિયા મેલ એક્સપ્રેસ મેમુ (દૈનિક)

તેની ઉદઘાટન સેવા તરીકે, ટ્રેન નંબર 09117 પ્રતાપનગર-કેવડિયા મેઇલ એક્સપ્રેસ મેમુ સ્પેશિયલ પ્રતાપનગરથી 17 જાન્યુઆરી, 2021 ના ​​રોજ 11.12 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12.57 વાગ્યે કેવડિયા પહોંચશે. તેવી જ રીતે, તેની ઉદઘાટન સેવામાં, ટ્રેન નંબર 09118 કેવડિયા -પ્રતાપનગર મેઇલ એક્સપ્રેસ મેમુ સ્પેશિયલ કેવડિયાથી 11:12 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12:32 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. ટ્રેન બંને દિશાઓમાં ડભોઇ અને ચાંદોદ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ ક્લાસ સીટિંગ  કોચનો સમાવેશ થાય છે.

નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09107 પ્રતાપનગર-કેવડિયા મેલ એક્સપ્રેસ મેમુ પ્રતાપનગરથી સવારે 07:10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાત્રે  08:35 વાગ્યે કેવડિયા પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી લાગુ થશે. આવી જ રીતે ટ્રેન નંબર 09108 કેવડિયા-પ્રતાપનગર મેઇલ એક્સપ્રેસ મેમુ કેવડિયાથી દરરોજ 9.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 11.00 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. ટ્રેન બંને દિશાઓમાં ડભોઇ સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09109 પ્રતાપનગર-કેવડિયા મેઇલ એક્સપ્રેસ મેમુ પ્રતાપનગરથી દરરોજ સવારે 12: 20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13: 45 વાગ્યે કેવડિયા પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. આવી જ રીતે ટ્રેન નંબર 09110 કેવડિયા-પ્રતાપ નગર મેઇલ એક્સપ્રેસ મેમુ કેવડિયાથી દરરોજ 14:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 15.25 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. ટ્રેન બંને દિશાઓમાં ડભોઇ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસના સીટિંગ કોચ સમાવેશ થાય છે.

નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09113 પ્રતાપનગર-કેવડિયા મેઇલ એક્સપ્રેસ મેમુ દરરોજ 15:35 વાગ્યે પ્રતાપનગર રવાના થાય છે અને તે જ દિવસે સાંજે 17:00 કલાકે કેવડિયા પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. આવી જ રીતે ટ્રેન નંબર 09114 કેવડિયા-પ્રતાપ નગર મેઇલ એક્સપ્રેસ મેમુ કેવડિયાથી દરરોજ 21:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 23.20 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021 થી શરૂ થશે. ટ્રેન બંને દિશાઓમાં ડભોઇ સ્ટેશન પર રોકાશે.ટ્રેનમાં સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09117, 09118, 09107, 09108, 09113, 09114, 09109, 09110, 09127, 02927 અને નું 02928 બુકિંગ અને 16 જાન્યુઆરી 2021 થી તથા ટ્રેન નંબર 09247, 09248, 09249, 09250 અને 09103 નું 17જાન્યુઆરી 2021 થી અને ટ્રેન નંબર 09145, 09120 અને 09105 નું બુકિંગ 18 જાન્યુઆરી, 2021 થી નિર્ધારિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆર સીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. સંબંધિત વિશેષ ટ્રેનોના હૉલ્ટ સંબંધિત વિગતવાર સમય માટે, મુસાફરો  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.