Rail logo

અમદાવાદથી દોડતી સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

Railways banner

 અમદાવાદ,૧૪જાન્યુઆરી:પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સગવડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ચાલનારી અમદાવાદ – આગ્રા ફોર્ટ અને અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલમાં એક વધારાની થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. તેમજ અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 02548/02547 અમદાવાદ – આગ્રા ફોર્ટ – અમદાવાદ સ્પેશિયલ 14 જાન્યુઆરી, 2021 થી આગ્રાથી અને 17 જાન્યુઆરી, 2021 થી અમદાવાદથી એક થર્ડ એસીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.

2. ટ્રેન નંબર 02247/02248 અમદાવાદ – ગ્વાલિયર – અમદાવાદથી 15 જાન્યુઆરી 2021 થી અને 16 જાન્યુઆરી 2021 ગ્વાલિયરથી એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

3.ટ્રેન નંબર 06067/06068 ચેન્નઈ – જોધપુર – ચેન્નઈ સ્પેશિયલ 16 જાન્યુઆરી, 2021 થી ચેન્નાઇથી અને 18 જાન્યુઆરી,2021 થી જોધપુરથી થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.

4. ટ્રેન નંબર 06734/06733 ઓખા – રામેશ્વરમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 થી રામેશ્વરમથી અને 19 જાન્યુઆરી 2021 થી ઓખાથી એક થર્ડ એસી અને એક સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે.

5. ટ્રેન નંબર 06337/06338 ઓખા – એર્નાકુલમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 માં એર્નાકુલમથી અને 18 જાન્યુઆરી 2021 થી ઓખામાં થર્ડ એસી અને સ્લીપર ક્લાસનો કોચ ઉમેરવામાં આવશે.