Israel cousel zoom meeting

Israel and Gaza: ઇઝરાયેલ ગાઝા સંઘર્ષ પર ઇઝરાયેલી કોન્સલ જનરલ સાથે વાર્તાલાપ યોજાયો

Israel and Gaza: ભારતીય વિચાર મંચ ગુજરાતનું આયોજન

અમદાવાદ , ૧૪ મે: Israel and Gaza: ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા આજે, શુક્રવારના રોજ ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષ પર Ongoing Clash Between Gaza and Israel – An Interactive talk from Israel’s Perspective નામથી એક ઓનલાઈન વિચારગોષ્ઠિનું આયોજન થયું હતું. જેમાં ભારતમાં ઈઝરાયેલના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇન અને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સેસના પ્રવક્તા કેપ્ટન લિબી વેઈસ વક્તા તેલ અવીવથી જોડાયા હતા.

ભારતમાં ઈઝરાયેલના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇન

Israel and Gaza: કેપ્ટન લિબી વેઈસે ઇઝરાયેલ તેલ-અવિવથી બધાને ગાઝા-હમાસ દ્વારા ૧૦૦૦થી વધુ રોકેટ્સ દ્વારા ઇઝરાયેલના અનેક શહેરોમાં અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં થયેલા હુમલાઓ વિશેની ચર્ચા કરી હતી. ત્યારબાદ કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇને કેટલાક વિડિઓ દ્વારા ઇઝરાયેલના ઉપર થયેલ હમાસના રોકેટ હુમલા અને ઇઝરાયેલના લોકોને કેવી રીતે બૉમ્બ શેલ્ટરમાં પોતાના જીવ બચાવીને આશ્રય લેવો પડ્યો અને ઈઝરાયેલી નાગરિકોના મૃત્યુ, ગાઝાના રોકેટ હુમલાથી ગાઝાના બાળકો અડફેટમાં આવીને મૃત્યુ પામ્યા તે વાત પેલેસ્ટાઈનના “ડિફેન્સ ફોર ચિલ્ડ્રન” નામના ટ્વિટર એકાઉન્ટમાં મુકેલી માહિતી પણ તેઓએ આપી હતી.

Whatsapp Join Banner Guj

આ વિચારગોષ્ઠિમાં ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોના ૮૦ જેટલા પ્રતિષ્ઠિત પત્રકારો, કોલમિસ્ટ, મોટીવેશનલ સ્પીકર, તબીબો, અને અન્ય મહાનુભાવો જોડાયા હતા. બંને વકતાઓના વક્તવ્ય બાદ સહભાગીઓ સાથે સંવાદ પણ થયો હતો જેમાં ઈઝરાયેલ દ્વારા હાથ ધરાયેલી સૈન્ય કાર્યવાહી, આતંકી સંગઠન હમાસની ગતિવિધિઓ તેમજ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો વિશે પ્રશ્નોત્તરી થઈ હતી.

પ્રજ્ઞા પ્રવાહના રાષ્ટ્રીય સંયોજક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય જે. નંદકુમાર, સૌરાષ્ટ્ર યુનિના કુલપતિ નીતિન પેથાણી, સાંચી યુનિ.ના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા તથા અન્ય વરિષ્ઠ પત્રકારો – કોલમિસ્ટ સહિતના પ્રબુદ્ધ નાગરિકો સહભાગી થયા હતા. આ વિચારગોષ્ઠિ ભારતીય વિચાર મંચની યુ-ટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારિત થઈ હતી, જેમાં કુલ ૧૨૦૦થી વધુ શ્રોતાઓ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન #NIMCJ ના નિયામક ડૉ શિરીષ કાશીકરે કર્યું હતું.

આ પણ વાંચો…Rules free: અમેરિકાની જનતાને માસ્કથી છૂટકારો, સ્પેનમાંથી દૂર થયુ લોકડાઉન લોકોએ રસ્તા પર આવીને કરી આ રીતે ઉજવણી- વાંચો સંપૂર્ણ વિગત