કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો: ડો. મુકેશ પટેલ

રાજકોટમાં કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં રાજકોટના ડોક્ટર્સએ લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો મેડિકલ ટીમની સાથોસાથ વહીવટી તંત્ર, મેડિકલ વેસ્ટ, ફાયર સેફટી,  સફાઈ,  સિક્યોરિટી, વીજ વિભાગ, વોટર સપ્લાય સહીત અનેક સંસ્થાઓની … Read More

डॉक्टरों की सुरक्षा के लिए चिकित्सा उपकरण उपलब्ध करा रहे हैं स्टार्टअप

कोविड-19 महामारी के दौरान डॉक्टरों की सुरक्षा के लिए चिकित्सा उपकरण और अन्य जरूरी चीजें उपलब्ध करा रहे हैं स्टार्टअप कोविड-19 महामारी की चुनौतियों से मिली सीख को आगामी विज्ञान, … Read More

આરોગ્યકર્મીઓની સમય સુચકતાથી મોટા દડવા ગામમાં કોરોનાના સંક્રમણ ફેલાતું અટક્યું

કોરોના સંક્રમિત વ્યક્તિ ગામમાં આવે એ પહેલાં જ તેમને નિદાન માટે મોકલતા કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકયું અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૭ નવેમ્બર: રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા રાત-દિવસની … Read More

કોરોના સામે ૬ માસથી ૫૫૦ નર્સિંગ સ્ટાફની ‘ફ્લોરેન્સ’ કામગીરી

૧૦૦ થી વધુ નર્સ સંક્રમિત થયા, સારવાર લઈ ફરી ફરીને કરી રહ્યા છે દર્દીઓની સેવા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૬નવેમ્બર:એકપણ રજા લીધા વગર રાજકોટ સિવિલનો ૫૫૦ વ્યક્તિઓનો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત દર્દીઓ માટે દેવદૂત સમાન કાબિલેદાદ કામગીરી કરી ફ્લોરેન્સના નામને સાર્થક કરી રહ્યા હોવાનું પી.ડી.યુ મેડિકલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ડો.હિતેન્દ્ર જાખરીયા ગૌરવ સાથે જણાવે છે. સતત ૬ માસથી તેઓ અવિરત કોરોના સામે ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ મહિલા બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે જે તેમની કર્તવ્યનિષ્ટનું ઉત્તમ ઉદારણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સેમ્પલ લેવા માટે રિમોટ વિસ્તારમાં પણ જતા હોઈ સતત ૮ થી ૧૦ કલાક પી.પી.ઈ કીટ,  માસ્ક અને ગ્લોવ્ઝમાં પરસેવે નહાઈ જનસમૂહને મદદરૂપ બન્યાનું ડો. જાખરીયા જણાવે છે. કોવીડ હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓ માટે ખાસ વોર્ડ અને ઓ.ટી. વિભાગ ખોલવામાં આવ્યો છે. અહીં અવતાર પામતા લાડલા બાળકોને માની મમતા આ નર્સ બહેનો પુરી પાડી રહી છે. પુરુષ નર્સ સમયની પરવા કર્યા વગર તેમની ફરજ નિભાવી નર્સિંગ વ્યવસાયને સેવા રૂપી કવચ પહેવારી ઉચ્ચતમ શિખરે પહોચાડ્યું હોવાનું ડો. હિતેન્દ્ર જણાવે છે. આ ફરજ દરમ્યાન અનેક નર્સ કોરોના સંક્રમિત બન્યા, તેઓ સારવાર તેમજ ૧૪ દિવસ હોમ આઇસોલેશનમાં રહી પુનઃ તેમની ફરજ બજાવી રહ્યા છે. નર્સિંગ સ્ટાફમાં પતિ પત્ની બંને કોરોના સંક્રમિત થયાની ઘટનાઓ પણ અનેકવાર બની છે, તેમ છતાં કોરોના વોર્ડના નર્સિંગ સ્ટાફની સેવાના સહારે ડોક્ટર્સ સ્ટાફ સાથે એક સિક્કાની બે બાજુ સમાન તેમની ફરજ સાર્થક કરી રહ્યા છે. ડો. જાખરીયા પોતે જોયેલ કોરોનાનું રૌદ્ર સ્વરૂપ અને ૬ માસની નર્સિંગ કામગીરીને ધ્યાને લઈ પ્રજાને આવનારા તહેવારોમાં સચેત રહેવા ખાસ અપીલ કરતાં કહે છે કે, આપણે માસ્ક, સૅનેટાઇઝર અને ‘‘દો ગજની દુરી’’નો મંત્ર સતત ચાલુ રાખવો પડશે. અમારો સ્ટાફ સતત હાજર જ છે પરંતુ કોઈને આ બીમારી લાગુ ન પડે તેમ અમે ઇચ્છીએ છીએ. ખાસ કરીને નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ઘરે જ રહે અને બહારનું જમવાનું ટાળે તેમ તેઓ વિશેષ અપીલ કરે છે. આરોગ્ય કર્મીઓ તેમની ફરજ અવિરતપણે નિભાવી રહ્યા છે ત્યારે આપણે પણ આપણી ફરજ નિભાવીએ અને કોરોનાને મહાત આપીએ…         

કોરોનાગ્રસ્ત ક્રિટિકલ દર્દીઓની રાત-દિવસ કેર કરતા ડો.હર્ષાબેન પરમાર

સમરસ હોસ્ટેલ, સિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં ગંભીર રોગ ધરાવતા ૨૦૦ થી વધુ ક્રિટિકલ દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરતાં ડો. હર્ષાબેન પરમાર અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૫ નવેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની … Read More

“દર્દીની સેવા એજ પ્રભુ સેવા”ના મંત્ર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ બહેનની હદયસ્પર્શી કામગીરી

“દર્દીની સેવા એજ પ્રભુ સેવા”ના મંત્ર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જામ-ખંભાળીયા અને કલોલના નર્સ બહેનની હદયસ્પર્શી કામગીરી  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૨ નવેમ્બર: “હું જામ-ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ … Read More

ડોકટરો, નર્સો સહિતના આરોગ્ય કર્મીઓ કોવીડ-૧૯ના સંક્રમણથી દેશને મુકત કરવા જીવના જોખમે કાર્યરત

કોવીડ-૧૯ના સંક્રમણથી દેશને મુકત કરવાના ઝનુન સાથે જીવના જોખમે કાર્યરત રાજકોટ કોવિડ-૧૯ હોસ્પિટલના ડોકટરો, નર્સો સહિતના આરોગ્ય કર્મીઓ “૭ દિવસ આઇસોલેશનમાં રહી કોરોના સંક્રમણરૂપી ઝેરના પારખા કરવા છતાં લોકોને કોરોના મૂકત … Read More

પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ જવાબદારી નિભાવતા મનીષાબેન

પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ  જવાબદારી  નિભાવતા ઇન્ચાર્જ નર્સ મનીષાબેન પંડયા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૧નવેમ્બર:આશરે ૧૫ વર્ષથી સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં કાર્યરત મનીષાબેન પંડયા પથરીના દર્દને ભુલાવી કોરોના વોર્ડ તેમજ ગાયનેક અને બાળરોગ વિભાગમાં મલ્ટીપલ કામગીરી કરી સાચા અર્થમાં સિસ્ટરની ભૂમિકા ચરિતાર્થ કરી રહ્યા છે. કોરોના ડયુટી દરમ્યાન તેમના પુત્ર કોરોના સંક્રમિત થયો હતો. તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ પૂર્ણ કરતા, આ જ સમય દરમ્યાન તેમના નણંદના દીકરાનું મૃત્યુ થયું તો પણ જરાપણ વિચલિત થયા વગર તેમની ફરજને અગ્રીમ ગણી કોરોનાની જવાબદારી સંભાળી હતી. કોરોના વોર્ડમાં દર્દીઓની સારવાર ઉપરાંત એડમીન તરીકે તેઓને સ્ટાફનું મેનેજમેન્ટ કરવાનું, દર્દીઓને ટ્રાન્સફર કરવા તેમજ મૃતકોનું નિયમન સહીત વિવિધ કામગીરી કરી. રોટેશન મુજબ તેઓ બાળકોના વિભાગમાં તેમજ ગાયનેક વિભાગમાં અવિરત સેવા પુરી પાડી રહ્યા છે. નારી શક્તિ અને પ્રબળ ઈચ્છા શક્તિના સંગમ થકી સિવિલમાં નર્સ બહેનોને તેઓ પ્રેરણા પુરી પડી રહ્યા છે. મેડીકલ ઇક્વિપમેન્ટને વાઈરસ બેક્ટેરિયા મુક્ત રાખવા રાઉન્ડ ધ ક્લોક સેવા આપતી ઇન્ફેકશન કંટ્રોલ નર્સ બહેનો પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી … Read More

માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના સ્વાસ્થ્યનું કરે છે જતન…

સ્પેશિયાલિટી ક્લિનિક સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ સિવિલમાં બાળકોના વિભાગમાં હૃદય,ફેફસા,કિડની તેમજ મગજના જોખમી  રોગોની ક્લિનિકલ સારવાર અને રસીકરણ ઉપલબ્ધ માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના સ્વાસ્થ્યનું કરે છે જતન… અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૧નવેમ્બર:રંગબેરંગી કપડાંઓમાં સજ્જ નાના નાના ભૂલકાઓ ‘માં’ ની ગોદમાં રમતા રમતા તંદુરસ્તીના ડોઝ લેતા સુંદર દ્રશ્યો સિવિલના બાળ રોગ વિભાગમાં રોજ બરોજ જોવા મળે છે. માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના જતનની સાથે તેમના સ્વાસ્થ્યનું જે રીતે ધ્યાન  રાખી રહયાં છે તે જોઈને બાળકની માતાઓના ચહેરા પર પણ સ્મિત ખીલી ઉઠે છે.    કોરોના મહામારીના સમયમાં રાજકોટ સિવિલનો પીડિયાટ્રિક વિભાગ સપ્તાહ દરમ્યાન સ્પેશિયાલિટી ક્લિનિક સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ ગેસ્ટ્રોલોજી, અસ્થમા, કાર્ડિયોલોજી, વેલ બેબી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, હાઈ રિસ્ક ક્લિનિકલ સારવાર અને રસીકરણ કાર્યક્રમ દ્વારા તંદુરસ્ત બાળની  વિભાવના સાથે કાર્ય કરી રહયો છે.આ કાર્યક્રમ હેઠળ જુદા જુદા રોગ માટે સાપ્તાહિક કાર્યક્રમ સતત ચાલુ હોવાનું સિનિયર રેસિડન્ટ ડો. રચના દુર્ગાઈ જણાવે છે. કોરોનાની સાથોસાથ બાળવિભાગમાં ૧૨ વર્ષની ઉમર સુધીના રોજના ૭૦ થી વધુ બાળકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે. વેલ બેબી કાર્યક્રમ હેઠળ દર બુધવારે બાળકોને રસીકરણ, બાળકનો ગ્રોથ અને જાગૃતતા કાર્યક્રમ ડો. રચના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહયો છે. માનસિક  રીતે નબળા બાળકો માટે ખાસ ડીઆઈસી સેન્ટર કાર્યરત છે જ્યાં ખાસ થેરાપી દ્વારા બાળકોને સમજણ પુરી પાડવામાં આવે છે તેમજ બાળકોને જરૂરી કસરત પણ કરાવવામાં આવે છે.  બાળરોગ વિભાગમાં વેક્સીનેસનની મુખ્ય કામગીરી કરતા નર્સ ભાવનાબેન રામાવત જણાવે છે કે, કોરોના જયારે ટોચ પર હતો ત્યારે બાળકોને વેક્સીન માટે તેમના માતાપિતા લાવતા નહોતા, પરંતુ તેમને સમયસર ટીકા લાગી જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સાવચેતી રાખીએ તો તેમના બાળકોને કઈ જ નહિ થાય તેમ અમે સમજાવટ કરી તેઓને હોસ્પિટલ બોલાવતા હતા. હાલ રોજના ૧૦ થી ૧૫ બાળકોને નિયમિત રસીકરણ કરવામાં આવતું હોવાનું ભાવનાબેન જણાવે છે.  સિવિલ ખાતે તેમની બીજી દીકરીને પણ રસીકરણ કરાવવા આવતા કાદરી અખ્તર જણાવે છે કે, તેઓ તેમની બન્ને દીકરીઓની જન્મથી અહી દવા તેમજ સારવાર કરાવે છે. અમે ખાનગી હોસ્પીટલમાં ખર્ચ ઉપાડી શકીએ તેમ નથી ત્યારે સિવિલ ખાતે અમને શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. અન્ય એક વાલી ધર્મેશભાઈ પણ તેમના ત્રણ વર્ષના સંતાનને નિયમિત રસી મુકવા અહી આવે છે. સ્ટાફનું પ્રેમાળ વર્તન અને સમજણ પૂરી પાડતા સિવિલના તમામ સ્ટાફનો તેઓ આભાર માને છે.       બાળકોના સર્વાંગી વિકાસ માટે કોઈ કસરરહી ન જાય તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સેવાઓ પુરી પાડી તંદુરસ્ત બાળ તંદુરસ્ત સમાજની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહયો છે. મેડીકલ ઇક્વિપમેન્ટને વાઈરસ બેક્ટેરિયા મુક્ત રાખવા રાઉન્ડ ધ ક્લોક સેવા … Read More

પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેરમાં જોડાયેલા તબીબ કોરોનાને હરાવી પુન: સેવારત

પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેરમાં જોડાયેલા તબીબ કોરોનાને હરાવી પુન: સેવારત કોરોના સંકટમાં દર્દીઓની સેવાનો મોકો મળ્યો છે, જેને પ્રામાણિકતાથી નિભાવીશ: ડો. રવિ પરમાર અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૧ નવેમ્બર: … Read More