અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા

Ambaji darshan line

અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતા ને કોરોના નો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સ માં ધજાગરા ઉડાવ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૮ ઓક્ટોબર: ગુજરાત ના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજી માં યાત્રિકો નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે આજે નવરાત્રી નો બીજો દિવસ અને રવિવાર છે જેને લઈ અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતા ને કોરોના નો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સ માં ધજાગરા ઉડાવ્યા હતા

હાલ તબક્કે અંબાજી મંદિર માં નવરાત્રી દરમિયાન કોરોના ની મહામારી ના કારણે રાજ્યભર માં ગરબા બંધ રાખવાની ફરજ પડી છે ત્યારે દર્શનાર્થીઓ ને પૂરતો દર્શન નો લાભ મળે તે માટે અંબાજી માં મંદિર માં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે પણ અંબાજી આવતા યાત્રિકો ને જાણે કોરોના નો સહેજ પણ ડર ન હોય તેમ મો ઉપર માસ્ક વગર અને ટોળા સ્વરૂપે મંદિરે જતા નજરે પડ્યા હતા જેમાં મહીલાઓ, નાના બાળકો ને વ્રુધ્ધો ની ભારે ભીડ ઉમટી પડી હતી ને યાત્રીકો જણાવી રહ્યા છે કે કોરોના છેજ નહી કોરોના કોરોના કરી છ મહીના થી હેરાન કરી રાખ્યા છે ને આતો મંદિર ખુલ્લુ છે એટલે આવ્યા છે ને જો મંદિર બંધ હોત તો કોઈ ન આવત…………

Ambaji Bhakt

જોકે આ ભીડ ના સમાચાર મળતા મંદિર ના વહીવટદાર પોતે સ્ટાફ સાથે મંદિર આગળ પહોંચી ભીડ સ્થળે પહોચ્યા હતા ભીડ ને કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા ને હાલ તબક્કે આ ભીડ જોતા દર્શનાર્થીઓ ની આજની ભીડ જોતા મંદિર ના દર્શન ના સમય માં વધારો કરવા પણ વહીવટદાર એ જણાવ્યું હતું જોકે હજી વધુ ભીડ વધશે તો મંદિર બંધ પણ થઈ શકે છે તેવા સંકેતો વહીવટદાર એસ જે ચાવડા એ આપ્યા છે

આગામી દુર્ગાષ્ટમી ના દિવસે મોટી સંખ્યા ના શ્રદ્ધાળુઓ ની ભીડ રહેતી હોય છે ને રાજસ્થાન તરફ થી આઠમ ના દિવસે શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે તેવા માં કોરોના નું સંક્રમણ વધુ ન થાય તે માટે વહીવટી તંત્ર આગોતરું આયોજન કરે તે પણ જરૂરી બન્યું છે

Advt Banner Header

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!