Khodiar Mata

અંબાજી માં ખોડીયાર જ્યંતી (Khodiyar Jayanti) ની ઉજવણી કરાઈ, શોભાયાત્રા, ભજન સંધ્યા નિશુલ્ક સમુહ ભોજન જેવા કાર્યક્રમો મોકુફ રખાયા….

Khodiyar Jayanti

યાત્રાધામ અંબાજી ખાતે ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા આજે ખોડીયાર જ્યંતી ની (Khodiyar Jayanti) ઉજવણી કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે ઉજવવામાં આવી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૦ ફેબ્રુઆરી:
(Khodiyar Jayanti) આ વખતે કોરોના મહામારી ના કારણે મોટા ભાગે બારેમાસ ના તમામ તહેવારો ઉપર ગ્રહણ જોવા મળ્યુ છે ને આજે પણ જે ખોડીયાર જ્યંતી ની ઉજવણી રાજ્યભર માં ભરે ઉલ્લાસ સાથે જવાતી હતી તેની ઉજવણી આજે ફીક્કી જોવા મળી છે

Whatsapp Join Banner Guj

યાત્રાધામ અંબાજી ખાતે ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા આજે ખોડીયાર જ્યંતી ની (Khodiyar Jayanti) ઉજવણી કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે ઉજવવામાં આવી હતી જ્યા વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવતી હતી તે મુલત્વી રાખવામાં આવી હતી ને જે સમગ્ર અંબાજી નગરજનો માટે નિશુલ્ક સમુહ ભોજન પ્રસાદી તેમજ ભજન સંધ્યા જેવા કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવ્યા છે.

Khodiyar Jayanti

આજે અંબાજી માં પૌરાણીક ખોડીયાર માતા નાં મંદિરે ખોડીયાર જ્યંતી ને લઈ સવાર થી જ દર્શનાર્થીઓ ની ભીડ જોવા મળતી હતી. ને સાથે ખોડીયાર માતા ને 111 પ્રકાર નાં વ્યજંનો સાથે અન્નકુટ ધરાવવામાં આવ્યુ હતુ. ને વિશેષ હોમહવન કરી ખોડીયાર જ્યંતી ની (Khodiyar Jayanti) ઉજવણી સાદગીપુર્ણ રીતે કરાઇ હતી. આમ તો આ મંદિર અંબાજી મંદિર જેટલું જ પૌરાણીક હોવાનું માનવામાં આવે છે.

પણ છેલ્લા 12 વર્ષ થી ખોડીયાર નવયુક્ત મીત્ર મંડળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ નાં સહીયોગ થી આ જ્યંતી ની ઉજવણી કરવામાં આવે છે .તેમ ખોડીયાર નવયુવક મીત્ર મંડળ સંચાલક જીતેન્દ્ર રાઘાની એ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો…સાસરીયાના ત્રાસથી પીડિતાએ કરી આત્મહત્યા(Suicide), માતા-પિતાના વિરુદ્ધ જઇને કર્યા હતા પ્રેમ લગ્ન