jaroslaw kwoczala ynwGXMkpYcY unsplash

રાજ્યમાં 38 થી 40 ડિગ્રી સુધી પહોંચશે ગરમીનો પારો, હવામાન વિભાગે (Meteorological Department) કરી આગાહી

Meteorological Department

રાજ્યમાં 38 થી 40 ડિગ્રી સુધી પહોંચશે ગરમીનો પારો, હવામાન વિભાગે (Meteorological Department) કરી આગાહી

ગાંધીનગર, 20 ફેબ્રુઆરીઃ (Meteorological Department) ઉત્તરાણય અને વસંત પંચમી બાદ સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરુ થવાની સાથે ઉનાળો જામવા લાગે છે. આ વર્ષે પણ માર્ચ આવતા-આવતા ગરમીનું પ્રમાણ વધવાનું શરુ થઈ ગયું છે. રાજ્યમાં હાલમાં ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં લોકોને ગરમીનો પ્રારંભ થશે.

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી માર્ચ મહિનામાં અમદાવાદ સહિત રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી પારો પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ તેમજ કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે. હિમવર્ષા અને બરફના લીધે જળશ્રોતનો પ્રવાહ પણ વધતો જશે. પહાડી પ્રદેશોની નદીઓમાં જળશ્રોત વધશે. તા.21 અને 22 ફેબ્રુઆરીના રોજ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેથી વધતી ઓછી અસર 25 ફેબ્રુઆરી સુધી રહેશે.

Whatsapp Join Banner Guj

રાજ્યમાં 23થી 26 ફેબ્રુઆરીનાં હવામાનમાં વિપરીતતા જણાશે. તા.27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષેપની અસરો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે. બરફવર્ષાના લીધે રાજ્યમાં સવારના સમયે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. 21 ફેબ્રુઆરીથી દિવસનું તાપમાન વધશે, જે 25 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ઘણો વધારો થવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી પણ વધુ જવાની શક્યતાઓ હોવાનું હવામાન નિષ્ણાંતો તરફથી જાણવા મળ્યું હતું.

આગામી 4 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને વિદર્ભના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જશે. સુરત, પંચમહાલ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં મહત્તમ તાપમાન ઉચકાશે. અમદાવાદના ભાગોમાં પણ મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે.

Whatsapp Join Banner Guj

વારંવાર પશ્ચિમી વિક્ષેપની શૃખંલાથી રાજ્યના હવામાનમાં પણ ઉતાર-ચડાવ, વાદળવાયું અને હવામાન કથળી જવાની પણ શક્યતાઓ રહેશે. તા.7 માર્ચથી 9 માર્ચ સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હવામાન પલટાશે અને વાદળો જણાશે. માર્ચ માસમાં પણ દેશના ગણા ભાગોમાં વાદળવાયુ, કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે.

આ પણ વાંચો…અંબાજી માં ખોડીયાર જ્યંતી (Khodiyar Jayanti) ની ઉજવણી કરાઈ, શોભાયાત્રા, ભજન સંધ્યા નિશુલ્ક સમુહ ભોજન જેવા કાર્યક્રમો મોકુફ રખાયા….