Pavadi puja

અંબાજી મંદિર(Ambaji Temple) માં બ્રાહ્નણો દ્વારા પાવડી પૂજા વિધી કરાતી હોય છે જે છેલ્લા 11 માસ થી બંદ હતી તે હવે ફરી શરુ કરી દેવા માં આવી

Ambaji temple

Ambaji temple: કોરોના ની મહામારી ના પગલે છેલ્લા 11 માસ થી બ્રાહ્નણો દ્વારા થતી પાવડી પૂજા બંધ કરી દેવા માં આવી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૦ ફેબ્રુઆરી:
યાત્રાધામ અંબાજી (Ambaji Temple) લાખો શ્રદ્ધાળુઓ ની આસ્થા નું કેન્દ્ર છે જ્યાં લાખો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ માતાજી ના દર્શનાર્થે આવે છે અને તેમાં પણ ખાસ કરીને નિજ મંદિર માં બ્રાહ્નણો દ્વારા પાવડી પૂજા વિધી કરાતી હોય છે જે છેલ્લા 11 માસ થી બંદ હતી તે હવે ફરી શરુ કરી દેવા માં આવી છે

Whatsapp Join Banner Guj

કોરોના ની મહામારી ના પગલે છેલ્લા 11 માસ થી બ્રાહ્નણો દ્વારા થતી પાવડી પૂજા બંધ કરી દેવા માં આવી હતી એટલૂજ નહીં હાલ માં કોરોના ની મહામારી માં જોર ઓછુ અંબાજી મંદિર (Ambaji Temple) ના મોટાભાગ ના દરવાજાઓ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે પ્રસાદ વિતરણ વ્યવસ્થા સરકાર ની SOP મુજબ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે છતાં પાવડી પૂજા શરૂ ન કરાતા બ્રાહ્નણો માં રોષ ની લાગણી પ્રવર્તી હતી એટલુંજ નહીં આંદોલન ની ચીમકી પણ ઉચારવામાં આવતી હતી ત્યારે હવે સરકાર અને અંબાજી મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા બ્રાહ્નણો ની લાગણી ને માન આપી સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે માતાજી ની પાવડી પૂજા ફરી શરૂ કરી દેવામાં આવી છે

પણ તેમાં પાવડી પુજા કરવા ઈચ્છતા બ્રાહ્મણે રેશમી વસ્ત્રો પહેરી ને નિયત સમય મા પુજા કરીકરી શકશે તેમ અંબાજી મંદિર ના (Ambaji Temple) મુખ્ય પુજારી,ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાદ્યા એ જણાવ્યુ હતુ જેને લઈ બંધ કરાયેલી પાવડી પુજા ફરી સરુ કરાવાવ માંગણી કરનાર બ્રાહ્મણો માં ખુશી ની જોવામલી રહી છે

પાવડી પુજા કરવા નો સમય

સવારે 8.30 થી 10.30 અને બપોરે 1.30 થી 2.30

એટલૂજ નહીં આ પાવડી પૂજા અંબાજી મંદિર માં પાવડી પુજા નો લાભ હોદ્દાની રુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્ય મંત્રી નિતીન પટેલ,આનંદી બેન પટેલ સહીત અનેક અધીકારીઓ મેળવી ચુક્યા છે

આ પણ વાંચો…Flirt with court judge: કોર્ટના જજને ગુનેગારે કહ્યું- આઇ લવ યુ, જુઓ વીડિયો