oxygen express reliance

WR oxygen exp: પશ્ચિમ રેલવેએ પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં ચક્રવાત દરમિયાન ચલાવી બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો

WR oxygen exp: 36 ઓક્સિજન ટ્રેનો દ્વારા 3225.43 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન નું સપ્લાય સુનિશ્ચિત કર્યું છે

અમદાવાદ , ૧૮ મે: WR oxygen exp: એકબાજુ જ્યારે ચક્રવાત તાઉતે તેની અસર બતાવી રહ્યું છે ત્યાં પશ્ચિમ રેલવે એ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેની કર્તવ્યનિષ્ઠાનું પરિચય આપતા દેશમાં લિકવિડ મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું અવિરત પરિવહન કરવાનું ચાલુ રાખ્યું છે.

Whatsapp Join Banner Guj

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે માહિતી આપી હતી કે ચક્રવાત તાઉતેના પ્રચંડ વિનાશ વચ્ચે અમે દેશમાં લિકવિડ મેડિકલ ઓક્સિજન ની (WR oxygen exp) જરૂરિયાતને સુનિશ્ચિત કરતા આજે પણ રાજકોટ ડિવિઝન ના કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલ સાઇડિંગ થી ઓખલા (દિલ્હી) માટે પાંચ લિકવિડ મેડિકલ ઓક્સિજન ટેન્કરથી લોડેડ ટ્રેન તથા આંધ્ર પ્રદેશના ગુંટુર માટે ચાર લિકવિડ મેડિકલ ઓક્સિજન ટેન્કરથી લોડેડ ટ્રેન ચલાવવામાં આવી જે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને આંધ્ર પ્રદેશને લિકવિડ મેડિકલ ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરશે. ઓક્સિજન એક્સપ્રેસમાં કુલ 168.43 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

WR oxygen exp: ઠાકુર ના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં તેની 36 ઓક્સિજન ટ્રેનો દ્વારા 3225.43 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન નું સપ્લાય સુનિશ્ચિત કર્યું છે

આ પણ વાંચો…ગાંધીધામ-નાગરકોઈલ, વેરાવળ-બાંદ્રા અને ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

ADVT Dental Titanium