WR Tree Plantation 3

પશ્ચિમ રેલ્વે ના અસારવા લેવલ ક્રોસિંગ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન

અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: અમદાવાદ મંડળ પર અસારવા રેલ્વે ક્રોસિંગ પાસે ટ્રેક નજીક અનુપયોગી જમીન પર વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું.   મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ માહિતી આપી હતી કે આ વૃક્ષારોપણ નો કાર્યક્રમ ‘બાયોડાયવર્સ રિચ મિયાવાકી ફોરેસ્ટ’ પદ્ધતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં 800 ચોરસ મીટર વિસ્તારમાં 40 જેટલા વિવિધ પ્રકારના ફળો, મસાલા અને ફૂલો વગેરે ના પ્લાન્ટ્સ ટેક્નિકલ એક્સપર્ટ ‘લિવિંગ ક્ટ્સ એનવાયરમેન્ટ ડિઝાઇન સ્ટુડિયો’ અમદાવાદ ના સદસ્યો દ્વારા લગભગ 2200 પ્લાન્ટ્સ લગાવીને ‘માઈક્રો ફોરેસ્ટ પાર્ક’ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.   

સિનિયર એન્વાયર્નમેન્ટ અને હાઉસકીપિંગ મેનેજર શ્રી ફેડરિક પેરિયત ના જણાવ્યા મુજબ, આ મિયાવાકી પદ્ધતિમાં ના વૃક્ષારોપણ માં ફક્ત 3 વર્ષ સુધી જ વૃક્ષની સંભાળ અને પાણી આપવાની આવશ્યકતા છે, જેના પછી તેની પાછળ કોઈ ખર્ચ થતો નથી. આમાં, વૃક્ષો 10 ગણા ઝડપથી વૃદ્ધિ પામે છે અને 100% નેટિવ હોય છે. આ પદ્ધતિ દ્વારા વૃક્ષારોપણ થી પાણીના સ્તર માં વધારો અને ત્રીસ ગણો વધુ ઓક્સિજન ઉત્સર્જન અને કાર્બન ડાયોક્સાઇડ ગેસમાં 30 ગણો ઘટાડો તરફ થાય છે, ઉપરાંત જમીન ફળદ્રુપ થાય છે અને તાપમાન ઘટાડે છે.

loading…

રેલ્વે ટ્રેક નજીક આવેલી મોટા પાયે જમીન બિનઉપયોગી છે જેનો ઉપયોગ ‘માઇક્રો ફોરેસ્ટ પાર્ક’ તરીકે થઈ શકે છે.   આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ શિંદે અને અન્ય શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વૃક્ષારોપણ ઉપરાંત ડીઆરએમ સહિ‌ત ઉપસ્થિત અધિકારીઓએ અસારવા રેલ્વે ક્રોસિંગ ગેટ થી મંડળ કાર્યાલય સુધી ચાલીને વધુ સારી તંદુરસ્તી માટે વૃક્ષારોપણ અને ચાલવું અતિ જરૂરી છે નો સંદેશ આપ્યો.