સ.સં. ૧૭૬૫ સવજીભાઈ હઙીયા scaled

ડિજિટલ સેવા સેતુને આવકારતા ગોંડલ તાલુકાના લીલાખા ગામના ગ્રામજનો

સ.સં. ૧૭૬૫ સવજીભાઈ હઙીયા

હવે અમારે તાલુકામાં વિવિધ પ્રમાણપત્રો લેવા માટે જવું નહીં પડે: સવજીભાઈ હડિયા

 અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૧૪ ઓક્ટોબર: રાજ્ય સરકારે ‘‘આત્મા ગામડાનો અને સુવિધા શહેરો જેવી’’ના સૂત્રને ચરિતાર્થ કરતી વિકાસની નીતિ અપનાવી ગામડાઓમાં વધુ એક સુવિધા આપવાની નેમ  સાથે ડિજિટલ સેવા સેતુનો  પ્રારંભ કર્યો છે. જેમાં  વિવિધ દાખલા ઓનલાઇન મળી રહ્યા છે.

 તા.૮ ઓક્ટોબર ૨૦૨૦ ના  રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામે ડિજિટલ સેવા સેતુ  કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના ગામોમાં આ સુવિધા શરૂ થવા જઈ રહી છે ગામોને ઇન્ટરનેટથી ‘‘ભારત નેટ યોજના’’ હેઠળ જોડવામાં આવી રહ્યા છે. 

લીલાખા  ગામના સવજીભાઈ હઙીયાએ આ અંગેનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે હવે અમારે શહેરમાં દાખલા કઢાવવા માટેના ફેરા નહીં રહે. ધર્મેશભાઈ ઢોલરીયાએ મુખ્યમંત્રીની ‘‘સેવા સેતુ’’ની આ યોજના માટે રાજયસરકારનો આભાર માન્યો હતો .અશ્વિનભાઈ વાઙોદરિયાએ કહયું કે ૨૨ પ્રકારના દાખલા હવે ગામમાંથી નીકળશે, તેને આવકારીએ છીએ. ભરતભાઈ ઢોલરિયાએ પણ ‘‘ડિજિટલ સેવા સેતુ’’ને આશીર્વાદ સમાન ગણાવેલ  હતો. 

લીલાખામાં પ્રથમ દિવસે કાર્યક્રમમાં ઉજીબેન ધામેલીયાને વિધવા સહાયનો અને મનીષભાઈ ધામેલીયાને આવકનો દાખલો આપવામાં આવ્યો હતો. ગ્રામજનોએ સરકારી આ યોજનાને આવકારી હતી.

banner city280304799187766299