Exercise covid patient

વડોદરા એપ્રિલમાં શરૂ થયેલી કોવિડની પ્રથમ વેવમાંથી પાર ઉતર્યું છે:ડો.વિનોદ રાવ

આનંદ ની વાત

Dr Vinod Rao VDR

કોવિડ ના કેસો ધીમે ધીમે અને નિયંત્રિત રીતે ટોચના તબક્કે પહોંચે એ સ્થિતિ સર્જી શકાઈ એ કોવિડ મેનેજમેન્ટમાં નોંધપાત્ર સફળતા : ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ

વડોદરા, ૧૧ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે કોઈપણ સમયે ઓપીડીમાં અને હોસ્પિટલોમાં સારવાર અને ઓકસીજન સપોર્ટ માટે આવતા ,લક્ષ્ણો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાએ કોઈ પણ શહેરમાં કોવિડના વ્યાપનું મહત્વનું ઇન્ડિકેટર છે. આનંદ ની વાત છે કે આ ઈન્ડિકેટર અને માપી શકાય તેવા પેરામીટરને આધારે મુલવણી કરવામાં આવે તો વડોદરા આ સપ્તાહે એપ્રિલમાં શરૂ થયેલી કોવિડની પ્રથમ વેવમાંથી પર ઉતર્યું છે. તેમણે જણાવ્યું છે કે વડોદરામાં કોવિડની પરિસ્થિતને પહોંચી વળવા યુરોપ અને અમેરિકાના અનુભવોને આધારે એપ્રિલની શરૂઆતમાં પ્રોજેકસંસ કર્યા હતા.તેના આધારે ત્રણ સ્તર અને ત્રણ તબક્કાનું આયોજન કર્યું હતું.

ત્રણ સ્તરોમાં કૉવિડ કેર સેન્ટર, કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ હોસ્પિટલો નો અને ત્રણ તબક્કામાં પ્રથમ એપ્રિલ,બીજો મે અને ત્રીજા જૂનથી શરૂ થનારા તબક્કાનો સમાવેશ થતો હતો.
જૂન મહિનાથી વડોદરામાં કેસોની સંખ્યા ટોચ પર પહોંચે તેવી ધારણા હતી.જો કે તેની સામે કંટેન્મેંત અને સર્વેલન્સના હાથ ધરેલા ચુસ્ત અને સુનિયોજિત પ્રયાસોને ધારી સફળતા મળી અને તેના પરિણામે ટોચની સ્થિતિ બે મહિના પાછી ઠેલી શકાઈ. આ સ્થિતિ ઓગસ્ટના અંત ભાગે શરૂ થઈ અને હવે ઓક્ટોબરની શરૂઆતથી તેમાં ઓટ આવવાની શરૂઆત થઈ છે.

વડોદરાની નોંધપાત્ર સિદ્ધિએ છે કે અહી આપણને કોરોના કર્વના ફ્લેટનીંગની વ્યૂહ રચના અપનાવી હતી જેના પરિણામે કેસોની સંખ્યા ધીમે ધીમે અને નિયંત્રિત રીતે ( ગ્રેજ્યુઅલ અને સ્ટેગરડ પિકિંગ) ટોચે પહોંચે,શહેરના વિવિધ વિસ્તારોમાં એક સામટી નહિ પણ વારાફરતી ટોચે પહોંચે એવી સ્થિતિ શક્ય બની જેના પરિણામે દવાખાનાઓ પર એક સામટું દર્દીઓનું ભારણ આવતું અટકાવી શકાયુ. દેશના અન્ય શહેરો જે શક્ય બન્યું ન હતું એ વડોદરામાં થઈ શક્યું જેની નોંધ લેવી ઘટે.
દેશ ના અન્ય રાજ્ય અને વિવિધ શહેરો માં અચાનક કોરોના ના કેસ ઝડપથી વધી રહ્યા હતા ત્યારે વડોદરા શહેર માં કેસો ધીમી ગતિ વધી રહ્યા હતા અને તે નિયંત્રણ માં આવી રહ્યા હતા.

loading…