Vadodara rao

વાંચો, વડોદરા (Vadodara) શહેરની ટોપ ચાર ખબરો એક જ અહેવાલમાં…

Vadodara:ખાસ ફરજ પરના અધિકારીએ પાયોનીયર અને સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી

જિલ્લા કલેકટરએ પાદરાની મુલાકાત લીધી: રસીકરણ વેગવાન બનાવવા સહિત વિવિધ સૂચનાઓ આપી

ગોત્રી હોસ્પિટલ ખાતે ખાસ ફરજ પરના અધિકારીએ પરિસ્થિતિની સમીક્ષા કરી: બાપ્સ અટલાદરા ખાતેની વિસ્તરણ સુવિધા અંગે માર્ગદર્શન આપ્યું

કાનૂની માપ વિજ્ઞાન તંત્રની વડોદરા કચેરીએ ૨૦૨૦ – ૨૧ ના વર્ષમાં ૧૮૪૫૬ એકમોના વજન માપની ચકાસણી કરી: મુદ્રાંકન ફી પેટે રૂ.ત્રણ કરોડથી વધુ રકમની વસુલાત કરી

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા, ૧૨ એપ્રિલ:
Vadodara:ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે પાયોનીયર અને સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે પાયોનીયર ખાતે ૨૫૦ બેડની કોવિડ હોસ્પિટલ સારી રીતે ચાલી રહી છે. અહીં આવતીકાલ સુધીમાં ૬૦ આઇસીયુ બેડ અને ૧૫ વધુ વેન્ટિલેટર સાથે પી.પી.પી.મોડ હેઠળ ૧૦૦ બેડ ઉમેરાશે. તેમણે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી.અહી યુદ્ધના ધોરણે વેન્ટિલેટર સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે.સયાજીમાં વધુ ૧૦ સાથે અંદાજે ૨૫ વેન્ટિલેટર ચાલુ કરી દેવામાં આવ્યા છે.

Vadodara: જિલ્લા કલેકટરએ પાદરાની મુલાકાત લીધી: રસીકરણ વેગવાન બનાવવા સહિત વિવિધ સૂચનાઓ આપી

જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે પાદરાની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાંત અધિકારી, મામલતદાર અને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ વિષયક સમીક્ષા કરી હતી. તેમણે કોરોના રસીકરણને વેગવાન બનાવવા સૂચના આપી હતી.
અધિકારીઓ સાથેની બેઠકમાં કોવિડ કેર સેન્ટર અને ખાનગી હોસ્પિટલોમાં પથારીઓ વધારવા સહિતની બાબતોનો પરામર્શ કરીને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પાદરા શહેરમાં નગર પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે અને મોટા ગામોમાં તાલુકા પંચાયત અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે લોકોમાં માસ્ક પહેરવા,સોશીયલ ડિસ્ટન્સ જાળવવા,ભીડથી દુર રહેવાની જાગૃતિ કેળવવાની સાથે આ નિયમોનો અમલ કરાવવા અનુરોધ કર્યો હતો.

vododara collector

તેમણે જણાવ્યું કે તંત્ર દ્વારા વેપારી મંડળો અને એ. પી. એમ. સી. ના પદાધિકારીઓ સાથે બેઠક કરીને વેપારી પ્રવૃત્તિઓ અને ખેતી વાડી ઉત્પન્ન બજારમાં માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ જાળવીને પ્રવૃત્તિઓ કરવાની સમજાવટ કરી છે.અન્ય તાલુકાઓની માફક વેપારી મંડળો સ્વૈચ્છિક રીતે દુકાનો ચાલુ રાખવાનો ઘટાડેલો સમય નિર્ધારિત કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે તાલુકાના નાગરિકોને માસ્ક અવશ્ય પહેરવા, ભીડભાડથી દુર રહેવા,સામાજિક અંતર સહિત ના નિયમો પાળવા અને લાયક ઉમરના લોકોને રસી મુકાવી લેવા અનુરોધ કર્યો છે.

Vadodara: ગોત્રી હોસ્પિટલ ખાતે ખાસ ફરજ પરના અધિકારીએ પરિસ્થિતિની સમીક્ષા કરી: બાપ્સ અટલાદરા ખાતેની વિસ્તરણ સુવિધા અંગે માર્ગદર્શન આપ્યું

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જી. એમ. ઇ. આર. એસ ગોત્રી ખાતે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.હાલમાં ત્યાં 750 પથારીઓ સામે 685 દર્દીઓ દાખલ છે. બેઠકમાં બાપ્સ,અટલાદરા ખાતેની જી.એમ.ઇ.આર.એસ. ની વિસ્તરણ સુવિધા માટે સાધન સ્ત્રોતોની વિગતવાર ફાળવણી કરવામાં આવી હતી.ત્યાં આવતીકાલથી દર્દીઓને દાખલ કરવાનું આયોજન છે.

Whatsapp Join Banner Guj

Vadodara: કાનૂની માપ વિજ્ઞાન તંત્રની વડોદરા કચેરીએ ૨૦૨૦ – ૨૧ ના વર્ષમાં ૧૮૪૫૬ એકમોના વજન માપની ચકાસણી કરી: મુદ્રાંકન ફી પેટે રૂ.ત્રણ કરોડથી વધુ રકમની વસુલાત કરી

  • કચેરી દ્વારા લીગલ મેટ્રોલોજી કાયદા અને પેકેજ કોમોડિટી નિયમોનો પણ અમલ કરાવવામાં આવે છે

જેની સામાન્ય લોકોની ભાષામાં તોલમાપ ખાતા તરીકેની ઓળખ બંધાયેલી છે એ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર લોકોને ઓછા વજન કે માપને લીધે નુકશાન ન વેઠવું પડે એ માટે વજન માપના નિયમિત મુદ્રાંકન અને ખાસ કરીને પેકેટમાં વેચાતી ચીજવસ્તુઓને લગતા નિયમો અને કાયદાનું પાલન કરાવવાનું કામ કરે છે. વડોદરામાં કુબેર ભવનના આઠમા માળે આવેલી કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકની કચેરી દ્વારા વડોદરા અને છોટઉદેપુર જિલ્લાઓમાં ઉપરોક્ત કામગીરી કરવામાં આવે છે.આખરે તો આ ગ્રાહકોના અધિકારોની સુરક્ષાનું કામ હોવાથી તેમને ગ્રાહક સુરક્ષા અધિકારીની પણ ઓળખ મળી છે.

કાનૂની માપ વિજ્ઞાન તંત્ર, વડોદરાના મદદનીશ નિયંત્રક અને ગ્રાહક સુરક્ષા અધિકારી રાજેન્દ્ર નિનામા જણાવે છે કે વેપારી, સેવા કે ઔધોગિક એકમો જે વજન માપનો ઉપયોગ કરે છે એને સમય સાથે ઘસારો લગતા વજન કે માપમાં સૂક્ષ્મ કમી આવે છે.તેના પરિણામે ગ્રાહકોને વજન માપમાં નુકસાન થતું ટાળવા સરકારે એકમની અગત્યતા પ્રમાણે દર વર્ષે અથવા બે વર્ષે તેમના એકમમાં વપરાતા વજન કે માપનું પુનઃ મૂદ્રાંકન કરાવી લેવાનો નિયમ બનાવ્યો છે. આવા એકમોમાં જ્યારે તેમની કચેરી દ્વારા આવી કામગીરી કરવામાં આવે ત્યારે જે તે એકમને પ્રમાણપત્ર આપવામાં આવે છે જેમાં હવે પછી ક્યારે આ કામગીરી કરાવી લેવી જરૂરી છે તેની તારીખ દર્શાવેલી હોય છે એટલે મુદત પૂરી થયે નવેસરથી વજન માપનું મુદ્રાંકન કરાવી લેવું એ જે તે એકમની જવાબદારી છે. કચેરી દ્વારા પણ એકમોની સમયાંતરે મુલાકાત લઈને આ કામગીરી કરવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

તેમણે જણાવ્યું કે સન ૨૦૨૦ – ૨૧ ના વર્ષ દરમિયાન તેમની કચેરી દ્વારા બે જિલ્લાઓના કુલ ૧૮૪૬૬ એકમોની આ હેતુસર મુલાકાત લઈને વજન માપ નું નવેસર થી મુદ્રાંકન કરીને,તેની નિયત ફી પેટે રૂ. ત્રણ કરોડ અડસઠ હજાર તોંતેરની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાહકોની ગેર હાજરીમાં જે ચીજવસ્તુઓના પેકેટ બનાવી વેચાણ કરવામાં આવે છે તેવા પેકરોએ લીગલ મેટ્રોલોજી એકટ ૨૦૦૯ અને પી.સી. આર. રુલ્સ ૨૦૧૧ ની જોગવાઈઓ પ્રમાણે તેમની કચેરીઓમાં યોગ્ય રીતે નોંધણી કરાવવી જરૂરી છે.

આવા એકમોની જ્યારે મુલાકાત લેવામાં આવે અને નોંધણી કરાવી નથી એવું જણાય ત્યારે એકમો દ્વારા તેમને આ કાયદા કે નિયમની જાણ નથી એવી દલીલ કરવામાં આવે છે.જો કે કાયદાનું અજ્ઞાન એ બચાવ ન હોઈ શકે એ નિયમ પ્રમાણે પેકિંગ કરી વેચાણ કરનારા તમામ સંબંધિતો આ બાબતમાં તેમની કચેરીનો સંપર્ક કરીને નોંધણી વિષયક માર્ગદર્શન મેળવી શકે છે. ઉપરોક્ત કાયદા અને નિયમોની જોગવાઈઓ પ્રમાણે પ્રત્યેક પેકેટ પર સાત પ્રકારની વિગતો છાપવી જરૂરી છે.તેનું ઉલ્લંઘન કાયદેસર ની કાર્યવાહી ને પાત્ર છે.

ADVT Dental Titanium

તેમણે જણાવ્યું કે ૨૦-૨૧ ના વર્ષ દરમિયાન તેમની કચેરી દ્વારા વજન માપ વિષયક નિયમોના અમલની ચકાસણી કરવા ૨૮૪૭૦ વેપારી – ઔધોગિક એકમોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન સંબંધિત કાયદા નો ભંગ જણાયો તેવા ૯૫૧ એકમો સામે કાયદેસર ની કાર્યવાહી કરીને રૂ. ૮ લાખ ૮૭ હજારની માંડવાળ ફી વસૂલ લેવામાં આવી હતી.

આ કાયદા અને નિયમોની લોકોમાં જાણકારી વધે અને વજન માપ વિષયક ગ્રાહક અધિકારોની લોક જાગૃતિ વ્યાપક બને તે માટે તેમના વિભાગો દ્વારા વાજબી ભાવની દુકાનો અને પંચાયત ઘરો પર માહિતી આપતાં પોસ્ટરો લગાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…

 કુંડલી ભાગ્ય’ની અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ કરાવ્યું બોલ્ડ ફોટશૂટ.

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં 50 ટકા સ્ટાફ ને કોરોના…