Timba school

ટીંબા પ્રાથમિક શાળામાં (Timba Primary School) ધોરણ-૬ અને ૭ ના વિદ્યાર્થીઓને : ધારૂકા શાળામાં મર્જ કરાતા શાળાને તાળા બંધી

Timba Primary School

ઉમરાળા તાલુકાની ટીંબા પ્રાથમિક શાળામાં (Timba Primary School) ધોરણ-૬ અને ૭ ના વિદ્યાર્થીઓને : ધારૂકા શાળામાં મર્જ કરાતા શાળાને તાળા બંધી

અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર
ભાવનગર, ૦૯ માર્ચ:
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા તાલુકા (Timba Primary School) પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭ માં અભ્યાસ કરતા વિધાર્થીઓની જે શાળામાં ૨૦ થી ઓછી સંખ્યા હોય તે શાળાના વિધાયાર્થી ઓને નજીકના અન્ય પ્રાથમિક શાળામાં મર્જ કરવાની જાહેરાત કરવામાં આવેલ જે અનુસંધાને ઉમરાળા તાલુકાના ટીંબા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭ માં અભ્યાસ કરતા વિધાર્થીઓની સંખ્યા ૨૦ થી ઓછી સંખ્યા થતા શાળામાં અભ્યાસ કરતા ૧૩ વિધાર્થીઓને ધારૂકા પ્રાથમિક શાળામાં વિધાર્થીઓને મર્જ કરવામાં આવતા વિધાર્થીઓના વાલીઓ તેમજ ગ્રામજનોમાં રોષ સાથે ટીંબા પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી સરકારના શાળા મર્જ સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ.

Whatsapp Join Banner Guj

ઉમરાળા તાલુકાના ટીંબા ગામે આવેલ ટીંબા પ્રાથમિક શાળામાં(Timba Primary School) ધોરણ ૬ અને ૭ માં અભ્યાસ કરતા વિધાર્થીઓની કુલ સંખ્યા ૧૩ થતા સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઉમરાળા તાલુકાના ધારૂકા ગામની પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવતા ટીંબા ગ્રામજનો તેમજ વિધાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાઈ જતા આજ રોજ ટીંબા પ્રાથમિક શાળાને તાળા બંધી કરી શાળા મર્જ સામે વિરોધ પ્રદર્શિત કરી શિક્ષણ વિભાગને શાળા મર્જ નહિ કરવા રજૂઆત કરવામાં આવેલ.

Timba Primary School

ટીંબા પ્રાથમિક શાળામાં (Timba Primary School) ધોરણ ૬ અને ૭ માં અભ્યાસ કરતા વિધાર્થીઓની સંખ્યા ૧૩ હોય જેમાં ૧૨ જેટલી વિધાર્થીનીઓ અને ૧ વિધાર્થીનો સમાવેશ થતો હોય.ગ્રામજનો નું કહેવું છેકે ટીંબી થી ધારૂકા મર્જ કરેલ વિધાર્થીઓને જંગલ વિસ્તારમાંથી પસાર થવું પડશે અને તેમાં પણ ૧૧ જેટલી વિધાર્થીનીઓ હોય જેની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે .જેને લઈને સરકાર દ્વારા વિધાર્થીઓ માટે કોઈ વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી તેમજ શાળામાં બે મહિના અગાઉ ધોરણ ૬ અને ૭ નાં વર્ગો ચાલુ જ હતા તો શા માટે બંધ કરી વિધાર્થીઓને અન્ય શાળામાં મર્જ કરવામાં આવ્યા.

જેવા સવાલો સાથે વિધાર્થીઓના વાલીઓએ શાળાએ આવી લેખિત રજૂઆત કરી તાળા બંધી કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ.જોકે પ્રાથમિક શાળા સંચાલક દ્વારા જણાવેલ કે ધોરણ ૬ અને ૭ ના વિધાર્થીઓને અન્ય ધારૂકા શાળામાં મર્જ સરકાર નાં આદેશ અનુસાર કરવામાં આવેલ છે તેમજ વિધાર્થીઓને ધારૂકા શાળાએ જવા માટે ની વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવનાર છે જે બાબતે વિધાર્થીઓ ધારૂકા શાળામાં એડમીશનલે ત્યારબાદ વ્યસ્થા કરવાનું જણાવેલ.

આ પણ વાંચો…ભાવનગરની જાનવી મહેતાને (Janvi Mehta) વિશ્વ મહિલા સશક્તિકરણમાં મળ્યું સ્થાન….