181 women helpline

181 અભયમ મહિલા હેલ્પલાઇન(181 women helpline)ની ગુજરાતમાં અને વડોદરામાં મહિલા સુરક્ષા ની ઉજ્જવળ કામગીરી

181 women helpline

181 અભયમ (181 women helpline) મહિલા હેલ્પલાઇનની ગુજરાતમાં અને વડોદરામાં મહિલા સુરક્ષા ની ઉજ્જવળ કામગીરી

  • 181 women helpline:વડોદરા શહેરમાં કુલ ૧૫,૭૬૫ મહિલાઓને રેસક્યું વાન થકી મદદ મળી
  • 181 women helpline: ૬ વર્ષના કાર્યકાળમાં કુલ ૮,૨૫,૦૮૧ મહિલાઓ ફોન દ્વારા અને ૧,૬૬,૩૫૯ મહિલાઓને રેસ્કયું વાન થકી કરી મદદ

વડોદરા, ૦૯ માર્ચ: 181 women helpline: ફક્ત એક જ દિવસ મહિલા દિવસને ફાળવવાથી કે મહિલાઓને એક જ દિવસ સન્માન આપવાથી સ્ત્રીઓના અસ્તિત્વની ગણના નથી થતી. સ્ત્રીઓને મળતા સતત સન્માન અને તકો દ્વારા સમાજની માનસિક વૃત્તિનું અનુમાન થાય છે. સરકારશ્રી દ્વારા ૨૦૧૫માં શરૂ કરાયેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન (181 women helpline) અંતર્ગત લાખો મહિલાઓને મદદ, હિંમત અને સંકટ સમયે હૂંફ મળી છે.

Whatsapp Join Banner Guj

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે ૧૮૧ અભયમ (181 women helpline)દ્વારા જણાવવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ૬ વર્ષ દરમિયાન રાજ્યમાં કુલ ૮,૨૫,૦૮૧ મહિલાઓને ફોન દ્વારા મદદ કરી હતી. જેમાં વડોદરા શહેરમાં કુલ ૭૩૩૮૨ સ્ત્રીઓને ફોન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રેસ્ક્યું વાન થકી રાજ્યમાં કુલ ૧,૬૬,૩૫૯ મહિલાઓને તાત્કાલિક મદદ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં કુલ ૧૫,૭૬૫ મહિલાઓને રેસક્યું વાન થકી મદદ મળી હતી.

લોક ડાઉનના સમયગાળામાં વડોદરા અભયમ (181 women helpline)એ સતત કાર્યરત રહીને મહિલાઓને સુરક્ષા અને સાંત્વના આપવાનું કામ કર્યું છે તેમ પ્રવક્તા ચંદ્રકાંત મકવાણા એ જણાવ્યું છે.

આ પણ વાંચો…વિશ્વ મહિલા દિવસે વડોદરાની સયાજી હોસ્પિટલની (Sayaji Hospital) કોરોના લડવૈયા મહિલાઓના યોગદાન પર એક નજર