Janvi Mehta 4

ભાવનગરની જાનવી મહેતાને (Janvi Mehta) વિશ્વ મહિલા સશક્તિકરણમાં મળ્યું સ્થાન….

Janvi Mehta, Bhavnagar

જાનવી મહેતા (Janvi Mehta)એ યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ તેને હાંસલ કરી પોતાના નામે અનેક એવોર્ડ મેળવ્યા છે.

અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર
ભાવનગર, ૦૮ માર્ચ:
કલાની નગરી એવા ભાવનગરના કલાકારો વિવધ ક્ષેત્રમાં પોતાનું અને ભાવનગરનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે ભાવનગરનું નામ દેશભરમાં રોશન કરનાર દિકરી અને રબર ગર્લ તરીકે નામના મેળવેલ આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર જાનવી (Janvi Mehta) પ્રતિભા મહેતાએ વધુ એક સિદ્ધિ મેળવીને ભાવનગર જ નહિ પણ ગુજરાત રાજ્ય નું નામ રોશન કર્યું છે. રિપબ્લિક ઓફ વુમન (યુનાઇટેડ નેશન્સ) ના ચીફ એકજ્યુકીટીવ બોર્ડ દ્વારા કલરવ એન.જી.ઓ ની બ્રાન્ડ એમ્બેસેડર જાનવી પ્રતિભા મહેતા ની નારી સશક્તિકરણ માટે કાર્યરત વિશ્વની મુખ્ય ૧૦૦૦ મહિલાની યાદીમાં પસંદગી કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

જેમાં ગુજરાતમાંથી માત્ર જાનવી મહેતા (Janvi Mehta)ની પસંદગી કરવામાં આવી છે. આ એક હજાર મહિલાઓની યાદીમાં ભારતનાં આઇ.પી.એસ કિરણ બેદી, નંદા દાસ જેવી અનેક પ્રસિદ્ધ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ અને ભાવનગર સાથે જ ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે જાનવી મહેતાએ યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ તેને હાંસલ કરી પોતાના નામે અનેક એવોર્ડ મેળવ્યા છે. ત્યારે વધુ એક વિશ્વ સન્માન મળતા ભાવનગરનું નામ ઉજાગર કર્યું હતું.

Janvi Mehta Bhavnagar

જાનવી પ્રતિભા મહેતા કે જેમને રબ્બરબેન્ડ ગર્લ તરીકે પણ ઓળખીએ છીએ. જેણે આ યોગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. તેવી ભાવેણાની ગૌરવવંતી દીકરી જાનવી (Janvi Mehta) પ્રતિભા મહેતા કે જેઓને વર્લ્ડના 7 ખંડમાં એવા એશિયાખંડના 50 દેશોના અધ્યક્ષ સ્થાને રહી 50 દેશોના પ્રતિનિધિ તરીકેનું સુકાન સાંભળી યોગલક્ષી દરેક કાર્યને આગળ વધારશે. જાનવીની સિધ્ધિઓની વાત કરીએ તો તેણે યોગમાં વર્લ્ડ રેકોડર્સ પણ પોતાના નામે કર્યા છે

Advertisement
Janvi Mehta Bhavnagar

અને ભારત દેશનું પ્રતિનિધિત્ય ચીન, મલેશિયા, સાઉથ કોરિયા જેવા વિવિધ દેશોમાં કરી 8 થી પણ વધુ વખત ઈન્ટરનેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનો ડંકો વગાડ્યો છે. તેમજ મલેશિયામાં જાનવી 2 રનર્સઅપ મિસ યોગીની ઓફ વર્લ્ડ બની ચુકેલ છે. જાનવી (Janvi Mehta)ની આ બધી સિદ્ધિઓને ધ્યાનમાં લઈ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ આપેલ હતી.

ભાવેણાનું ઘરેણું એટલે જાનવી મહેતા (Janvi Mehta)કે જેમને યોગક્ષેત્રે ઉપરા ઉપરી સિધ્ધિઓ હાસલ કરી છે અને ભાવેણાનાં રાજવી નેક નામદારશ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલવાડનાં ભાવનગર રાજવી ની ઓળખને વિશ્વનાં દેશમાં ફરી તાજી કરી ભાવનગરને ગૌરવ અપાવ્યું છે અને હવે આ જાનવી મહેતા દેશનું ગૌરવ બની છે

Janvi mehta bhavnagar

અગાઉ આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ૮-ગોલ્ડ, ૬-સિલ્વર, ૧-બ્રોન્ઝ મેડલ તેમજ રાષ્ટ્રીય ક્ષેત્રે ૭-ગોલ્ડ, ૩-સિલ્વર, ૭-બ્રોન્ઝ મેડલ યોગ ક્ષેત્રે મેળવેલ છે જાનવી મહેતા (Janvi Mehta)એ અત્યાર સુધીમાં ૧૮૦ થી વધુ ગોલ્ડ અને સિલ્વર, બ્રોન્ઝ સહીત અને ટ્રોફીઓ મેળવી છે. સામાન્ય આવક ધરાવતા એક વિપ્ર પરિવારની દીકરી, યોગ્ય અભ્યાસ કરી કોઈ આછી-પાતળી નોકરી શોધી થોડું-ઘણું કમાઈને સાસરે જઈ ઠરીઠામ થવાની માનસિકતા જ ધરાવતી હોય તે સ્વાભાવિક ક્રમ છે. પણ કેટલાક અપવાદ પણ હોય છે અને આ તેમા ની આ દીકરી જે ૧3 વર્ષથી યોગ ક્ષેત્રે કાર્યરત રહી ૧૮૦ નાના-મોટા મેડલ જીતવા અને તેમાં પણ ઇન્ટરનેશનલ ક્ક્ષાનાં ૮ ગોલ્ડ મેડલ…આ સિદ્ધિ નાની સુની તો ન જ કહેવાય. આ પાછળ તેની લગન, ધગશ અને મહેનત હતી. “હજુ ઘણા ચડાણો ચડવા છે…! “ આ શબ્દો છે આ દીકરીનાં

Janvi Mehta 2

જાનવી મહેતા (Janvi Mehta) રેડીમેઈડ સિલાઈ કામનાં વ્યવસાય સાથે સંકળાયેલ અને શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઈ અને શિક્ષિકા પ્રતિભાબેનની પુત્રી જાનવી બે સંતાનોમાં ની મોટી દીકરી ૧૫ વર્ષ પહેલા યોગ પ્રત્યે રૂચી જાગી અને નિયમિત અભ્યાસ શરૂ કર્યો. ભાવનગર યુનીવર્સીટી યોગ સેન્ટર અને પછી ઘરે સ્વઅભ્યાસ ….આ ક્રમ ચાલતો રહ્યો અને જાનવીનું કોવ્શ્લ્ય પારંગતા વધતી રહી. શહેર ક્ક્ષા, જીલ્લા, રાજ્ય કક્ષા, ખેલ મહાકુભ જેવી સ્પર્ધામાં વિજય બનવાની તેની આદત બની રહી અને તે પછી મોકો આવ્યો ઇન્ટરનેશનલ યોગ કોમ્પીટીશનનો વર્ષ ૨૦૧૫માં ચીનમાં ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધાનું આયોજન થયું હતું.

જેમાં જાનવી મહેતા (Janvi Mehta)એ પણ ભારત દેશનું પ્રતિનિધિ કયું હતું. અને અનેક દેશના સ્પર્ધકો મેદાનમાં હતા પણ જાનવીએ ગોલ્ડ મેડલ મેળવી ભાવનગર, ગુજરાત અને દેશનું નામ રોશન કયું. જેમાં એક માત્ર સુવર્ણ ચન્દ્રક નહિ પરંતુ અન્ય બે કેટેગસમાં પણ બે ચંદ્રકો અંકે કરી ત્રણ-ત્રણ મેડલ વિજય બની આ દીકરી..

આ પણ વાંચો…જામનગર માં પણ ઊગી શકે છે સ્ટોબેરી (Strawberry) કાલાવડ ના યુવાને સાબીત કરી બતાવ્યું