Sakhi Sangh bhavnagar edited

મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે : રાજયનું સૌપ્રથમ સખી સંઘ (Sakhi Sangh) કાર્યાલયની શરૂઆત

Sakhi Sangh, bhavnagar

સખી સંઘ (Sakhi Sangh) કાર્યાલય હેઠળ મહુવા તાલુકાનાં વિવિધ સખી મંડળોની ૧૬૬૦ થી વધુ બહેનો લાભ થનાર છે.

અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર
ભાવનગર, ૦૮ માર્ચ:
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે રાજય સરકાર પુરસ્કૃત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. હેઠળની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત મહુવા તાલુકાના લોંગડી ખાતે રાજ્યના સૌપ્રથમ સખી સંધ (Sakhi Sangh) કાર્યાલયનું ઉદઘાટન કરી જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ દ્રારા ૨૮ લાખનું સી.આઈ.એફ. અને ૩૦ લાખનું સી.સી.ડિસ્ટર્બસમેન્ટ મળી કુલ ૫૮ લાખની સહાય આ પ્રસંગે મંજૂર કરાઈ હતી.

Whatsapp Join Banner Guj

સખી સંઘ (Sakhi Sangh) કાર્યાલય હેઠળ મહુવા તાલુકાનાં વિવિધ સખી મંડળોની ૧૬૬૦ થી વધુ બહેનો લાભ થનાર છે. જે બહેનો આર્થિક રીતે પગભર બની આત્મનિર્ભર બને તે હેતુથી એન.આર. એલ. એમ.યોજના હેઠળ ૨૮ લાખનું વિના વ્યાજનું ધિરાણ અપાયું હતું. આ ક્લસ્ટર લેવલ ફેડરેશનનું સંપૂર્ણ સંચાલન સખી મંડળની બહેનો દ્વારા જ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે વધુમાં વધુ બહેનોને (Sakhi Sangh) સખી મંડળમાં જોડાવાની અપીલ કરતાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બારનવાલે જણાવ્યુ હતું કે જો મહિલાઓ આત્મનિર્ભર હશે તો જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો તેઓ સરળતાથી સામનો કરી શકશે તેમજ આપ સૌને આત્મનિર્ભર તેમજ આર્થિક રીતે સક્ષમ જોઈ આવનારી નવી પેઢીને પણ પ્રેરણા મળશે.

sakhi sangh Bhavnagar

મહિલાઓ ઓદ્યોગિક ક્ષેત્રે આગળ વધે અને પગભર બને તે હેતુથી આ ધિરાણ આપવામાં આવ્યું છે તેમ જણાવી ગ્રામીણ લોકો શહેરીઓની તુલના કરી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવા આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં (Sakhi Sangh) જિલ્લા અને બાળ વિકાસ અધિકારી કે.વી.કાતરીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન, નાબાર્ડ ડી.જી.એમ. દિપકકુમાર ખલાસ, મહુવા તાલુકા વિકાસ અધિકારી, ડી.એલ.એમ., એન.આર.એલ.એમ. અને પીડીલાઈટની ટીમ અને સમર્થન ક્લસ્ટર ફેડરેશનના ૫૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો…ભાવનગરની જાનવી મહેતાને (Janvi Mehta) વિશ્વ મહિલા સશક્તિકરણમાં મળ્યું સ્થાન….