84 years corona patient

સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, 81%ને પાર

ભારતે સાજા થવાની વધતી સંખ્યાના વલણને જાળવી રાખ્યો છે

સતત પાંચમા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતા વધુ

સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, 81%ને પાર

23 SEP 2020 by PIB Ahmedabad

કેન્દ્રિત વ્યૂહરચનાઓ અને અસરકારક, સંકલિત અને સક્રિય પગલાંથી ભારત સાજા થયેલા કેસમાં તીવ્ર વધારો નોંધાવી રહ્યું છે. ભારતમાં સતત પાંચમા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતા વધુ થઇ ગઈ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 89,746 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 83,347 છે.

C123 9X5HO

આ સાથે સાજા થયેલા કેસની કુલ સંખ્યા 45,87,613 છે. આજે સાજા થવાનો દર 81.25% થયો છે.

વિશ્વમાં ભારતમાં સૌથી વધુ સાજા થયેલા કેસ છે. વૈશ્વિક સાજા થયેલા કેસની સંખ્યામાં તે 19.5% નું યોગદાન આપે છે.

ભારતમાં નવા કેસ કરતા સાજા થયેલા કેસ વધુ  નોંધાયા છે તે જ વલણ ઘણા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળી રહ્યું  છે.

નવા કેસ કરતાં 17 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા સાજા થયેલા કેસ વધુ છે.

C223 92FNR

નવા સાજા થયેલા કેસના75%કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ, ઓડિશા, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ અને હરિયાણા આ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયેલા છે.

સાજા થયેલા દર્દીઓના 20,000થી વધુ નવા કેસ સાથે મહારાષ્ટ્ર મોખરે રહ્યું છે. એક દિવસની રિકવરીમાં આંધ્રપ્રદેશનું 10,000થી વધુ યોગદાન છે.

C323 9SNEC